રાજકોટ માર્કેટ યાર્ડના પાંચ ડિરેકટરો આગામી ચૂંટણી લડી શકશે કે નહીં?

  • December 04, 2020 10:36 AM 182 views

નવા વટ હુકમનો અમલ થાય તો બે ટર્મ કે તેથી વધુ સમયથી ચૂંટણી લડતા અનેક ડિરેકટરોનું પત્તુ કપાશે

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્ય ક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. આગામી જૂન માસમાં બોર્ડ ઓફ ડાયરેકટર્સની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હાલથી જ ચૂંટણીની તૈયારીઓની ગતિવિધિઓ તેજ બની ગઈ છે. અલબત જો નવા વટ હુકમની અમલવારી થાય તો બે ટર્મ કે તેથી વધુ સમયથી ચૂંટણી લડતા ચેરમેન, વાઈસ ચેરમેન સહિતના પાંચ ડિરેકટરોના ચૂંટણી લડવા સામે જ પ્રશ્નાર્થ સર્જાઈ જાય તેમ હોય રાજકારણ ગરમાયું છે.


વિશેષમાં સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ વર્તમાન બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં ચેરમેન ડી.કે.સખિયા, વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, ડિરેકટર પરસોતમ સાવલિયા, ડિરેકટર પ્રવિણભાઈ અણદાણી અને ડિરેકટર સુરેશભાઈ ચંદારાણા સહિતના પાચં ડિરેકટર્સ બે કે તેથી વધુ ટર્મથી ડિરેકટરપદે કાર્યરત છે. નવા વટ હુકમ અનુસાર હવેથી બે કે તેથી વધુ ટર્મથી ડિરેકટર હોય તે વ્યકિત હવે ચૂંટણી લડી શકશે નહીં! જો કે, આ વટ હુકમની અમલવારી કયારથી શરૂ થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ્રતા નથી. પરંતુ મહદઅંશે આગામી ચૂંટણીથી જ અમલવારી થાય તેવી શકયતા છે. જો અમલવારી થશે તો ઉપરોકત પાંચ ડિરેકટર રાજકોટ માર્કેટ યાર્ડની આગામી ચૂંટણી નહીં લડી શકે તે નક્કી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાયમાં ૧૨૫થી વધુ માર્કેટ યાર્ડ આવેલા છે અને તેમાં ૩૫થી વધુ ધારાસભ્યો વિવિધ યાર્ડના ચેરમેનપદે કાર્યરત છે. વટહુકમનો અમલ શરૂ થતાં જ સહકારી ક્ષેત્રના રાજકારણમાં જબરી ઉથલ પાથલ સર્જાય જાય તેમ છે. નવા નિયમો સામે આંતરિક ધુંધવાટ છે પરંતુ સૌથી મહત્વની બાબત તેનો અમલ કયારથી શરૂ થશે તેના પર સૌની મીટ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application