શું નમો એપના આધારે નક્કી થશે લોકસભાની ટિકીટ?

  • December 28, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkalteamલોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો રણનીતિ ધડી રહ્યા છે અને કામગીરી પણ આરંભી રહ્યા છે. ત્યારે મોદી સરકારે જનતા સુધી પહોંચવા માટે એક અનોખી રણનીતિ તૈયાર કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવેલી ભારત સંકલ્પ યાત્રા સતત ચાલુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ભાજપના સાંસદો પાસેથી ફીડબેક લેવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી છે. 2024ની ચૂંટણીમાં ફક્ત તે જ સાંસદને ટિકિટ મળી શકે છે જે જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.


જીહા, ભાજપના સાંસદોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે પાર્ટીએ નમો એપનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેર કરી હતી. સર્વેમાં કોઈ ચોક્કસ વિસ્તારના લોકો તેમના સાંસદ વિશે શું વિચારે છે, તેઓ તેમના સાંસદના કામ અને હાજરીથી કેટલા ખુશ કે નાખુશ છે તે અંગે લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.


વાસ્તવમાં નમો એપ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે વિસ્તારના લોકો ભાજપના સાંસદની સાથે કેટલી મજબૂતીથી ઉભા છે. નમો એપ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.  લોકો પાસેથી સાંસદો વિશેના મંતવ્યો જાણવા માટે કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અહીં, લોકો તેમના વિચારો શેર કરી શકશે. ભાજપ નમો એપ પર કરવામાં આવેલ સર્વેને લોકોમાં પણ શેર કરશે. આથી સ્પષ્ટ થશે કે કયા સાંસદનું ગ્રાઉન્ડ હોલ્ડ કેટલું મજબૂત છે.


ખાસ તો નમો એપ દ્વારા એ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે જનતા સાંસદોના કામથી ખુશ છે કે નહીં. આ સાથે સામાન્ય મતદારોને પણ પૂછવામાં આવ્યું છે કે વર્તમાન સાંસદો સિવાય તેમની પાસે કયા વિકલ્પો છે. સર્વે દરમિયાન એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તમે છેલ્લે ક્યારે તમારા વિસ્તારમાં તમારા સાંસદને જોયા હતા. જો જનતાના મનમાં કોઈ નવો ઉમેદવાર હોય તો તેઓ નામ પણ શેર કરી શકે છે.



2024ની લોકસભા ચૂંટણીને લઈને જનતા સાથે સીધો સંવાદ કરવાની ભાજપની આ એક મોટી યોજના છે. લોકો નમો એપ પર તેમના સાંસદ વિશે તેમના અભિપ્રાય મુક્તપણે શેર કરી શકે છે. એકંદરે આ અભિયાન દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ભાજપના સાંસદો તેમના વિસ્તારના લોકોમાં કેટલા લોકપ્રિય છે. તેનું પ્રદર્શન કેટલું પ્રશંસનીય છે. તેના આધારે આગામી ચૂંટણીમાં સાંસદને ટિકીટ મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application