ભૂખમરો ભારતનો ભવ બગાડશે ?

  • October 28, 2020 02:04 AM 899 views
  • 107 દેશોના હંગર ઇન્ડેક્સમાં ભારતનું 94મુ સ્થાન કમજોર બાળકોની આખી ફોજ ઊભી થઈ


અત્યારે દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે અને લોકો આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા છે ત્યારે દેશમાં ભૂખમરાની હાલત પણ ચિંતાજનક રહી છે અને આ સમસ્યા વર્ષોથી ભારતને પરેશાન કરી રહી છે. ભૂખમરો ભારતની વર્ષો જૂની નબળાઈ રહી છે.


તાજેતરમાં બહાર આવેલા અહેવાલ મુજબ ભૂખમરાના ઈન્ડેક્સ મા ભારતની હાલત બહુ ખરાબ રહી છે અને 107 દેશોના આ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 94 માં ક્રમ પર રહ્યું છે. દેશમાં પોષણયુક્ત આહાર વગરના શક્તિહીન બાળકોની એક આખી ફોજ આકાર લઈ ગઈ છે જે ભારતના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે.


એક અહેવાલમાં જણાવ્યા મુજબ આ બાબતમાં ભારતની હાલત બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતા પણ ખરાબ છે તેમ દશર્વિવામાં આવ્યું છે. ખાસ કરીને 2015થી 19 દરમિયાન ભારતમાં ભૂખમરાની હાલત સૌથી વધુ ચિંતાજનક તબક્કામાં પહોંચી ગઇ છે.


આ સમયગાળા દરમિયાન ભારતમાં 17.3 ટકા બાળકો શક્તિહીન એટલે કે ભૂખમરાથી બેહાલ અને કમજોર દેખાયા છે. 2010 થી 2014 સુધી આવી સ્થિતિ ન હતી અને ભૂખમરાનું લેવલ ખૂબ જ નીચું રહ્યું હતું જે 15.1 ટકા હતું.


અહેવાલમાં એવો ઉલ્લેખ પણ છે કે આગામી દિવસોમાં કમજોર બાળકોની આખી ફોજ વધી જશે અને ભારતનું ભવિષ્ય જોખમમાં મૂકાયેલ દેખાઈ રહ્યું છે કારણકે બાળકો જો શક્તિ હીન રહેશે તો તેમનો શારીરિક અને માનસિક વિકાસ થઇ શકશે નહીં અને સરવાળે દેશના વિકાસમાં ભારે ગંભીર અવરોધો ઊભા કરશે.


હંગર ઇન્ડેક્સ નક્કી કરવા માટે અને તેના ક્રમ આપવા માટે અલગ-અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે અને અન્ય દેશો સાથે સરખામણી કરવામાં આવે છે અને તેના આધાર પર ભારત વિશે એવો ઉલ્લેખ છે કે ભારતમાં ઓછા વજનવાળા બાળકો ની સંખ્યા વધુ છે એ જ રીતે તેમને પોષણયુક્ત આહાર મળતો નથી પરિણામે ભારતમાં શારીરિક રીતે અત્યંત પાંગળા અને નબળા બાળકો ની સંખ્યા વિશેષ જોવા મળે છે.


અહેવાલ કેન્દ્ર સરકાર માટે જ નહીં બલકે તમામ રાજ્ય સરકાર માટે પણ ભારે ચિંતાનો વિષય છે અને તમામ સરકારોએ આ દિશામાં અસરકારક પગલા ભરવાની જરૂર છે નહીંતર ભારતનું ભવિષ્ય કમજોર રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application