પાકિસ્તાન બ્લેકલિસ્ટ થશે કે બચી જશે ?

  • February 22, 2021 08:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સતત આતંકવાદીઓ અને આતંકવાદ સંસ્થાઓને દરેક જાતની સહાયતા કરવા બદલ અને આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરાવવા સહિતના અનેક આરોપો વચ્ચે આજે પાકિસ્તાન નું ભવિષ્ય નક્કી થવાનું છે અને બ્લેકલિસ્ટ થાય છે કે પછી બચી જાય છે તેનો નિર્ણય બે-ત્રણ દિવસમાં થઇ જશે

 


આજથી ફાઇનાન્સિયલ એક્શન ફાસ્ટ ફોર્સ ની મહત્વની બેઠક શરૂ થઈ છે. પાકિસ્તાનને અત્યારે ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે અને તેના પર બ્લેકલિસ્ટ ની તલવાર લટકી રહી છે પરંતુ ચીન સતત એનો બચાવ કરી રહ્યું છે.

 


આજથી સતત ત્રણ દિવસ સુધી ચાલનારી આ મહત્વની બેઠકમાં પાકિસ્તાનના મુદ્દા પર ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવશે. પાછલા દિવસો દરમિયાન તેને જે સૂચનાઓ આપવામાં આવી હતી તેનો અમલ થયો છે કે નહીં અને આતંકવાદને લગામ નાખવા માટે તેણે કેટલા પગલાં લીધા છે અને તેની અસરકારકતા કેટલી છે તે બાબત ની ખરાઇ કરવામાં આવશે.

 


આ પહેલા પણ ટાસ્કફોર્સ દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં ચેતવણી આપવામાં આવી હતી કે તેને જે પગલા લેવા નો ચાર્ટ આપવામાં આવ્યો હતો તેનો અમલ ગંભીરતાથી કરવાનો રહેશે અને જો એમ નહીં થાય તો તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.

 


આ પહેલાની બેઠકોમાં પણ ચીન સહિતના કેટલાક દેશોએ પાકિસ્તાન નો બચાવ કર્યો હતો અને તેને બ્લેક લિસ્ટ માં મુકાતા અટકાવી દીધો હતો. પાકિસ્તાનની ધરતી પર સેંકડો આતંકવાદી કેમ્પો ચાલી રહ્યા છે અને આતંકવાદી આકાઓના અડા ત્યાં છે તે હકીકતથી સમગ્ર દુનિયા હવે માહિતગાર થઇ ગઇ છે ત્યારે પાકિસ્તાન બ્લેકલિસ્ટ થાય છે કે બચી જાય છે તેના ઉપર આખા વિશ્વની નજર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS