કોરોના સામે લડવા દેશમાં જ તૈયાર કરાશે વેકિસન: નાકથી શરીરમાં નખાશે

  • April 04, 2020 11:15 AM 816 views


કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં પણ વેકિસન બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી દેશના લોકોને આ ભયાનક બીમારીથી બચાવી શકાય. આ વેકસીનની ખાસ વાત એ છે કે તેને ઈન્જેકશન દ્રારા નહીં પરંતુ નાક મારફતે શરીરમાં પહોંચાડવામાં આવશે.


હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોલુ નામની વેકસીન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવી રહેલી આ વેકિસન શરીરમાં સોયથી નાખવામાં નહીં આવે. આ વેકસીનનું એક ટીપું દર્દીના નાકમાં નાખવામાં આવશે. વન ડ્રોમ કોવિડ–૧૯ નેસલ વેકસીન નામની આ દવા સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કરાઈ રહ્યો છે કેમ કે આ પહેલાં પણ લુ માટે બનાવવામાં આવેલી દવાઓ સુરક્ષિત હતી.


ભારત બાયોટેકે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન–મેડિસીન અને લુઝેન કંપની સાથે સમજૂતિ કરી છે. આ ત્રણેયના વૈજ્ઞાનિકો મળીને વેકસીનને તૈયાર કરી રહ્યા છે. કોરોલુ વિશ્ર્વ વિખ્યાત લુની દવા એમ૨એસઆરના આધાર પર બનાવવામાં આવી રહી છે. તેને યોશિહિરો કાવાઓકા અને ગેબ્રીયેલ ન્યુમેને મળીને બનાવી હતી. એમ૨એસઆર ઈનલુએન્જા બીમારીની એક તાકાતવર દવા છે. યારે આ દવા શરીરમાં જાય છે તો તે તત્કાલ લૂ સામે લડવા માટે એન્ટીબોડીઝ બનાવે છે. ભારત બાયોટેકના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ ડો.રૈશેસ એલાએ જણાવ્યું કે અમે ભારતમાં આ વેકિસનનું ઉત્પાદન કરશું અને પછી તેની કિલનીકલ ટ્રાયલ કરાશે અને જો તેમાં સફળતા મળશે તો ૩૦૦ મિલિયન ડોઝ બનાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application