રામ મંદિરના નિર્માણથી સરયુ શહેર પણ આસ્થા અને આધ્યાત્મિકતાની સાથે દેશની અર્થવ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર બનશે. માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ અયોધ્યામાં જે રીતે નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, તે યુપીના વિકાસને પાંખો આપશે. પ્રવાસન વિભાગના આંકડા દર્શાવે છે કે વર્ષ 2021માં માત્ર સાડા ત્રણ લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે એક વર્ષમાં જ એટલે કે 2022માં આ આંકડો 85 ગણો વધીને 2.39 કરોડ થયો હતો. હવે વ્યાપારી દ્રષ્ટિકોણથી પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નિષ્ણાંતોના મતે રામલલા સંબંધિત સામગ્રીના આધારે 50 હજાર કરોડ રૂપિયાનો વધુ કારોબાર થઇ શકે છે.
ભક્તોની આસ્થાને સમજીને રામ મંદિર કમિટીએ એવી વ્યવસ્થા પણ કરી છે કે રોજના 70 હજાર ભક્તો દર્શન કરી શકશે. પદ્મનાભ સ્વામી મંદિર, તિરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી અને સિદ્ધિવિનાયક મંદિર અને કાશી વિશ્વનાથ મંદિરની માફક અહીં પણ ભક્તોને આવશ્યક સુવિધા મળે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન થયું ત્યારથી અયોધ્યાની દશા અને દિશામાં મોટો ફેરફાર જેવા મળી રહ્યો છે. હજારો કરોડની યોજનાઓ તો ચાલી રહી છે આ સાથે રામલલાના સુલભ દર્શન માટે રામપથ, ભક્તિપથ અને દર્શનપથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રવાસીઓ રામલલાના દર્શન કરીને પરત ન ફરે પરંતુ થોડા દિવસો અયોધ્યામાં જ વિતાવે. એટલા માટે ચોર્યાસી કોસી પરિક્રમા માર્ગ અને તેની આસપાસ 60 જેટલા ધાર્મિક સ્થળો બનાવવાનો પ્રસ્તાવ છે.
અયોધ્યા નગરીના વિકાસ માટે નિષ્ણાંતો એમ પણ કહી રહ્યા છે કે, પર્યટનની દ્રષ્ટિએ અયોધ્યા દેશ અને દુનિયા માટે એક મોટો વિકલ્પ બની ગયો છે. તેનાથી અર્થવ્યવસ્થાને ઘણી મદદ મળશે. દક્ષિણ ભારતના મંદિરો જેવું મોડલ અમલમાં મૂકવું પડશે. જેથી ભક્તોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમની સલામતી, આરોગ્ય અને ભોજન અંગેના માપદંડો નક્કી કરવાના રહેશે. સરકારે લધુ કુટીર ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી પ્રવાસીઓ અહીં સામાન ખરીદે અને અયોધ્યાની ઓળખ પોતાની સાથે લઈ જાય.
આધ્યાત્મિક અને ભાવનાત્મક પાસાઓ સિવાય દેશને પર્યટનની દ્રષ્ટિએ એક મોટો વિકલ્પ મળ્યો છે. અયોધ્યા બે વર્ષમાં અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. એટલા માટે ત્યાંના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી વિશ્વના દરેક ખૂણેથી ફ્લાઈટ્સનો લાભ લઈ શકાય. પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓને જોતા અંદાજ છે કે દેશમાં 50 હજાર કરોડ રૂપિયાનો વધુ કારોબાર થશે.
આપને જણાવી દઇએ કે આગામી તા. 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતેના ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશભરમાંથી લોકો ઉમટી પડવાના છે. એટલું જ નહી ત્યાર બાદ પણ અહીં રામ ભક્તોનો પ્રવાહ રામલલાના દર્શનાર્થે અવિરતપણે જોવા મળશે ત્યારે રામલલા સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે, શ્રીરામધ્વજ, શ્રીરામ અંગવસ્ત્ર, ચિત્રો સાથે કોતરેલી માળા, લોકેટ, ચાવીની વીંટી, રામ દરબારના ચિત્રો, રામ મંદિરના નમૂનાઓ, શણગારાત્મક પેન્ડન્ટ્સ, બંગડીઓ સહિતની વિવિધ વસ્તુઓમાં કારોબારને અવકાશ હોવાનું વેપારીવર્ગ શોધી રહ્યો છે. આ ઉપરાંત અહીં પ્રવાસન ક્ષેત્રને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ વિશેષરૂપે વેગ મળશે તે વાત પણ નકારી શકાતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMબામણબોર ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી રૂપિયા ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
February 24, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech