BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના માલેતા ગામમાં પતિએ મોબાઈલ લઈ લેતા પત્નીનો આપઘાત

  • July 10, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના માલેતા ગામમાં પતિએ મોબાઈલ લઈ લેતા પત્નીનો આપઘાત

કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા અને એક આસામીની વાડીએ મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાન રાજ્યના બુંદી તાલુકાના ડાલી ગામના રહીશ મધુબેન નારુ સિંગાર નમના આદિવાસી પરિણીત મહિલા ગત તારીખ ૩ જુલાઈના રોજ તેમના માતા સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા. ત્યારે વચ્ચે બીજો ફોન આવી જતા તેણીના પતિએ ફોન લઈ લીધો હતો. આ બાબતે મધુબેનને ખૂબ જ ગુસ્સો આવી જતા તેમણે પોતાના હાથે પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​
આ બનાવની જાણ મૃતકના પતિ નારુ દશરૂભાઈ સિંગાર (ઉ.વ. ૨૫) એ કલ્યાણપુર પોલીસને કરી છે. મૃતક મહિલાનો લગ્નગાળો એક વર્ષનો હતો. વધુ તપાસ પી.એસ.આઈ. એન.એન. વાળા ચલાવી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application