પતિની યાદમાં ભાવુક થઈ ગઈ અભિનેત્રી કૃતિકાએ શેર કર્યો આ મેસેજ

  • March 26, 2020 10:34 AM 162 views

 

ટેલિવિઝન એકટ્રેસ કૃતિકા દેસાઈના પતિ ઈમ્તિયાઝ ખાનનું રવિવારે નિધન થયું હતું. પતિના નિધનના ૪ દિવસ બાદ કૃતિકાએ સોશિયલ મીડિયા પર ભાવુક કરતો સંદેશો લખ્યો છે. કૃતિકાએ સોશિયલ મીડિયા પર દિલની વાત લખીને પતિને આખરી વિદાય આપી છે. કૃતિકાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પતિને મિત્ર, ફિલોસોફર, ગાઈડ અને પ્રેમી કહ્યો છે.

 

મેરે અંગને મેં, શકિત– અસ્તિત્વ કે અહેસાસ કી, ઉત્તરણ, કુમકુમ જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી એકટ્રેસે લખ્યું, મારા મિત્ર, ફિલોસોફર, ગાઈડ અને પ્રેમીઅલ્લા હાફિઝફરીથી મળીએ ત્યાં સુધી.જલદી. કૃતિકાની આ પોસ્ટ બાદ ફેન્સ તેને મન મજબૂત કરવાની અને હિંમત ના હારવાની સાંત્વના આપી રહ્યા છે.

 

જણાવી દઈએ કે, કૃતિકાનો પતિ ઈમ્તિયાઝ ખાન ૧૯૭૩ની ફિલ્મ યાદોં કી બારાત માટે જાણીતો છે. ધર્માત્મા, દયાવાન, હલચલ, પ્યારા દોસ્ત, પ્રોસેશન ઓફ મેમરીઝ, નૂર જહાં વગેરે જેવી ફિલ્મોમાં ઈમ્તિયાઝ ખાને કામ કયુ હતું. ઈમ્તિયાઝના પરિવારમાં પત્ની કૃતિકા દેસાઈ, દીકરી આયેશા ખાન, ભત્રીજા શાદાબ ખાન (તે પણ એકટર છે) અને સીમાબ ખાન. ઈમ્તિયાઝ ખાન વિતેલા જમાનાના સ્વર્ગીય એકટર અમજદ ખાનનો ભાઈ હતો.

 

એકટ્રેસ અંજુ મહેન્દ્રત્પ પણ મિત્રના જવાથી દુ:ખી છે. ઈમ્તિયાઝ ખાનને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવનારા કલાકારોમાં તેનું નામ પણ સામેલ છે. ઈમ્તિયાઝ સાથેની તસવીર શેર કરીને લખ્યું, વન્સ અપોન અ ટાઈમ! તારી આત્માને શાંતિ મળે મિત્ર.