કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરામાં જનારા તમામનું પોલીસ વેરિફિકેશન થશે

  • February 14, 2020 10:45 AM 64 views

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અને નરેન્દ્ર મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં તેમજ રોડ શો માં ૧.૨૫ લાખ લોકો હાજર રહેશે. આ તમામ લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગ પે આ તમામનું પોલીસ વેરિફિકેશન શ થયું છે. લગભગ સવા લાખ લોકોનું વેરિફિકેશન કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપીને વેરિફિકેશનની જવાબદારી સોંપાઈ છે. અમેરિકી પ્રમુખ સીધા જ અમદાવાદ આવવાના હોવાથી નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર જ તેમનું સ્વાગત કરશે.


ટ્રમ્પના આગમન પહેલાં વડાપ્રધાન મોદી અમદાવાદ આવી જશે અને એરપોર્ટ પર જ સ્વાગત કરશે. જે ૧.૨૫ લાખ લોકોને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે તે તમામના નામ – સરનામાના આધારે ઈ ગુજકોપમાં તેમનો ગુનાઈત ઈતિહાસ ચેક કરાશે. જો કોઇ પણ વ્યકિત ગુનાઈત રેકોર્ડ ધરાવતો હશે તો તેને કાર્યક્રમમાં હાજર નહીં રહેવા દેવાય. આ ઉપરાંત રોડ શોમાં ૧૫ હજાર લોકો જોડાવાના હોવાથી તે તમામના પણ પોલીસ વેરિફિકેશન શ થયું છે.


ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં ૫૫ ગાડીઓનો કાફલો જોડાશે. તેમાંથી ૪૦ ગાડીઓ તો ટ્રમ્પ અને મોદીના કાફલામાં કાયમ માટે જ તહેનાત રહે છે. યારે બાકીની પોલીસ અધિકારીઓની ગાડીનો સમાવેશ થાય છે.મોટેરા સ્ટેડિયમમાં આવનારા ૧ લાખ આમંત્રિતો માટે ૨૨૦૦ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આમંત્રિતોએ ફરજિયાત બસમાં જ આવવું પડશે.
રોડના કામો વિના ટેન્ડરે જ કરાશે અમેરીકી પ્રમુખની મુલાકાત માટે રોડ, લાઈટિંગ, ગાર્ડનિંગ સહિતની કામગીરી માટે થનારા ખર્ચ માટે ટેન્ડર મંગાવ્યા સિવાય કામો કરી દેવા માટેની મંજૂરી ગુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અપાઈ છે.


અમેરિકી પ્રમુખની મુલાકાત દરમિયાન અમદાવાદમાં તમામ લાઈટનું સંચાલન અટકાવી દઈ એરપોર્ટને –નો– લાય ઝોનમાં મૂકાશે. ટ્રમ્પના રોકાણ સુધી અમદાવાદ એરપોર્ટ પરથી એક પણ લાઈટનું સંચાલન થશે નહીં. હાલ શહેર, રાય અને કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે અમેરિકન સુરક્ષા એજન્સીના અધિકારીઓ અમદાવાદ આવી ગયા છે. ટ્રમ્પની કાર તેમજ સુરક્ષા માટે જરી સાધનો ટૂંક સમયમાં આવી જશે.


ક્રાઇમબ્રાંચે ૧ કરોડની કિંમતનો ૩ડી ઈફેકટ કેમેરા ગોઠવ્યો છે. આ કેમેરા ૩૬૦ ડિગ્રીથી ફોટા કેપ્ચર કરશે તેમજ સ્થળનું મેપિંગ કરી કેટલા સિકયુરિટી પોઈન્ટ મૂકવા તેનું માર્ગદર્શન આપશે. મોટેરા સહિતના ટ્રમ્પના રોડ શોના ટ પર ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગની ટીમો દ્રારા ઢોર પકડવાની ઝુંબેશ શરી કરી છે. જેમાં મોટેરામાંથી ગાયો સાથે ઘોડા પણ લઈ ગયા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application