પૂજાઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવવી શા માટે અશુભ મનાય છે ?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઘરમાં પૂજા સ્થળે પવિત્ર સ્થાન હોય છે કે જ્યાં નિયમિત રૂપે પૂજા-અર્ચના કરવામાં આવે છે, જેના દ્વારા માનસિક રીતે શાંતિ મળે છે, મનની મનોકામના પૂર્ણ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે, જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિનો કાયમી નિવાસ થાય છે, પરંતુ ઘણી વખત જાણતા-અજાણતા આપણે એવી ભૂલ કરી બેસીએ છીએકે કે જેના કારણે પૂજાનું ફળ આપણને મળતું નથી.

 

ઘણા લોકો પોતાના પૂર્વજોની તસવીરને દેવતાઓની સમાન પૂજા ઘરમાં રાખી અને પૂજા કરે છે, શાસ્ત્રો અનુસાર પિતૃ પણ દેવતા સમાન શક્તિશાળી હોય છે પરંતુ દેવતાઓના સ્થાન પર તેમની તસવીર રાખવી જોઇએ નહિં. દેવતાઓની સાથે તેમની તસવીર રાખવાથી ઘરમાં અશુભનો વાસ થાય છે.

 

 વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે તેની તસવીરોને ઘરમાં જરૂર રાખવી જોઈએ, પરંતુ કેટલાક ખાસ નિયમોનું પાલન પણ કરવો જોઈએ છે. તેથી દેવતાઓ અને પિતૃઓની કૃપા આપણને એક સાથે પ્રાપ્ત થઇ શકે છે.

 

શાસ્ત્રો અનુસાર તમામ દેવપૂજા પૂર્વ કે ઉત્તર દિશામાં થાય છે, કારણ કે આ દિશા ઈશ્વરની દિશા કહેવામાં આવે છે પરંતુ જેમણે શરીર ધારણ કર્યું છે અને તે પિતૃ હોય કે ગુરુ હોય તે દેવતુલ્ય થઈ ગયા હોય છે, પરંતુ તેમની પૂજા હંમેશા દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશામાં જ કરી શકાય છે,

 

પૂર્વ કે ઉત્તર દિશામાં કે ઉત્તર દિશામાં કરી શકાય નહીં આ માટે ઘરમાં મંદિર માં ક્યારે પણ મિત્રોની તસવીર લગાવવી જોઈએ નહીં, એવું શાસ્ત્રોમાં પણ વર્જિત બતાવવામાં આવ્યું છે.

 

વાસ્તુ જણાવે છે કે પૂજાઘર સિવાય પૂજા ઘરની દિવાલો કે જે કચ્છમાં પૂજા ઘર બન્યું હોય ત્યાં પણ મૃતકોની તસવીર લગાવવાથી કષ્ટ થાય છે, જેથી દેવી-દેવતા નારાજ થાય છે અને પૂજા સંપન્ન થતી નથી. પિતૃની તસવીરો દેવી દેવતાઓની સાથે રાખવાથી દેવ દોષ લાગે છે, બંને સાથે રાખવાથી કોઈના પણ આશીર્વાદનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી.


વાસ્તુ અનુસાર પિતૃ ની તસવીરોને ભૂલીને પણ એ જગ્યા પર લગાવો. જ્યાં તમે ઊંઘતા હોય એટલે કે બેડરૂમમાં તેમની તસવીર લગાવવી જોઈએ નહિ, સાથે જ કિચનમાં પણ તેની તસવીર ન લગાવો, અને જે ઘરોમાં પિતૃ ની તસ્વીર લગાવવામાં આવે છે ત્યાં પારિવારિક કંકાસ વધી જાય છે, અને સુખ-સમૃદ્ધિમાં ઓટ આવે છે.

 

ઘરમાં એવા સ્થાન પર પિતૃઓની તસવીર ન લગાવવી જોઇએ કે વારે વારે તમારી નજર તેમની તસવીર પર જાય, જ્યારે  ભાવુક લોકો આવું જ કરતા હોય છે,આ કારણે વારેવારે પિતૃની તસ્વીર પર નજર પડે છે, અને મનમાં નિરાશાનો ભાવ ઉત્પન્ન થાય છે.

 

ઘરમાં પિતૃઓની તસ્વીર ને ક્યારેય પણ જીવિત લોકો ની તસ્વીર સાથે પણ લગાવવી જોઈએ નહીં એવું કરવું પણ અશુભ માનવામાં આવે છે જે વ્યક્તિની સાથે પિતૃ ની તસ્વીર લગાવવામાં આવેલી હોય તો તે ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે. અને તેના કારણે વ્યક્તિના આયુષ્યમાં ઓપ આવે છે, સાથોસાથ જીવન જીવવાનો ઉત્સાહ પણ ઘટી જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS