પદાધિકારીઓમાં જૂના જોગી કેમ રિપીટ ?: અનેક દાવેદારોને ઝટકો

  • March 12, 2021 04:52 PM 

મેયરપદે મુળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રદીપ ડવ, અગાઉ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા દર્શિતા શાહ ફરી ડેપ્યુટી મેયરપદે: અગાઉ સ્ટે.ચેરમેન રહી ચૂકેલા પુષ્કર પટેલ ફરી સ્ટે.ચેરમેન: જેમનો પુરો પરિવાર એક-એક ટર્મ કોર્પોરેટર રહી ચૂકયો છે તેવા વિનુ ધવા શાસક નેતાપદે: ભાજપના વર્તુળોમાં અંદરો અંદર ભારે ચચર્િ છતાં જાહેરમાં સૌ ચુપ

 


રાજકોટ મહાપાલિકાના નવા પદાધિકારીઓની આજે વરણી થઇ તેમાં જુના જોગીઓ અને અગાઉથી ચચર્તિા નામો જ રીપીટ થતાં જે તે પદ માટે દાવેદારીમાં રહેલા અનેક કોર્પોરેટરોને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. પ્રથમ દર્શનિય રીતે બધુ બરાબર અને સમુસુતરું પાર ઉતર્યું હોય તેવું ચિત્ર ઉપસે છે પરંતુ ભાજપ્ના આંતરિક વર્તુળોમાં અંદરો અંદર એવી ભારે ચચર્િ જાગી છે કે, અગાઉ પદાધિકારી તરીકે રહી ચુકેલા કોર્પોરેટરોને જ ફરી પદાધિકારી તરીકે નિયુકત કરાયા છે. આ મામલે અંદરો અંદર ભારે ચચર્િ ચાલી રહી છે, પરંતુ જાહેરમાં સૌ ચુપ છે. પદાધિકારીઓના નામોની જાહેરાત થયા બાદ આજે કોઇએ કોઇ જ પ્રકારનો અસંતોષ કે નારાજગી વ્યકત કયર્િ ન હતાં કે ન તો કોઇ રડી પડયું હતું પરંતુ સ્થળ પર ઉપસ્થિતોએ નજરો નજર નિહાળ્યું હતું કે દાવેદારોના મોઢા કેવા પડી ગયા હતાં. અમુક દાવેદારોના મોઢા પડી ગયા હતાં તો અમુકે મોઢા સીવી લીધા હતાં.

 


મેયરપદે ડો.પ્રદિપ ડવની નિમણૂક કરવામાં આવી છે તેઓ યુવા છે, શિક્ષિત છે, સારુ સામાજિક બેકગ્રાઉન્ડ ધરાવે છે અને કલીન ઇમેજ ધરાવતા કોર્પોરેટર છે પરંતુ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે તેમ છતાં તેમને મેયરપદ જેવું સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું છે તે મુદ્દે વર્ષોથી ભાજપમાં સક્રિય એવા આગેવાનો અને કાર્યકરોમાં ગણગણાટ શ થયો છે.

 


ડેપ્યુટી મેયરપદે ડો.દર્શિતા શાહની નિમણૂક કરવામાં આવી છે તેઓ તબીબ હોવા ઉપરાંત જૈન સમાજના મહિલા અગ્રણી છે અને વોર્ડ નં.2માંથી હાઇવોલ્ટેજ ચૂંટણી જંગ જીતીને આવ્યા છે પરંતુ અગાઉ અઢી વર્ષ સુધી તેઓ ડેપ્યુટી મેયર રહ્યા હતાં અને ફરી તેમને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે તે મુદે પક્ષના વર્તુળોમાં ચણભણાટ જોવા મળ્યો છે કારણ કે, વોર્ડ નં.2નો હાઇવોલ્ટેજ ચૂંટણી જંગ જીતીને જાયન્ટ કિલર બનેલા જયમિન ઠાકર અને મનિષ રાડીયાને કોઇ પદ આપવામાં આવ્યું નથી.

 


સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનપદે કડવા પાટીદાર સમાજના યુવા કોર્પોરેટર પુષ્કર પટેલને નિયુકત કરવામાં આવ્યા છે તેઓ ત્રણ ટર્મથી ચૂંટાતા સિનિયર કોર્પોરેટર છે. તેમના પિતા હરિભાઇ પટેલ પૂર્વ સાંસદ છે અને માતા મંજૂલાબેન પટેલ પૂર્વ મેયર છે આથી તેઓ ખુબજ સ્ટ્રોંગ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે. અગાઉ સમાજ કલ્યાણ સમિતિ અને બાંધકામ સમિતિ સહિતની સમિતિઓના ચેરમેનપદે સેવા આપી ચુકયા છે. સૌથી આશ્ર્ચર્યજનક બાબત એ છે હજુ અઢી વર્ષ પહેલા સુધી તેઓ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનપદે કાર્યરત હતાં અને ફકત અઢી વર્ષના સમય ગાળા બાદ તેમને ફરી સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન બનાવવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનપદ માટે અનેક દાવેદારો હતાં તેમાંથી તેમનું નામ પસંદ કરાયું તે પાછળનું ગણીત હજુ સુધી પક્ષના જ અનેક લોકોને સમજાતું નથી.

 


શાસક પક્ષના નેતા પદે લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને વોર્ડ નં.17ના કોર્પોરેટર વિનુભાઇ ધવાની વરણી કરવામાં આવી છે. વિનુભાઇ ધવાનો સમગ્ર પરિવાર એક-એક ટર્મ કોર્પોરેટર રહી ચુકયો છે. સૌ પ્રથમ તેમના મોટાભાઇ હરિભાઇ ધવા કોર્પોરેટર હતાં તેમનું અવસાન થયા બાદ તેમના પત્ની કોર્પોરેટર હતાં. ત્યારબાદ તેમના લઘુબંધુ રમેશભાઇ ધવા કોર્પોરેટર હતાં અને રમેશભાઇ ધવા બાદ વિનુભાઇ ધવા કોર્પોરેટર બન્યા હતાં આમ છેલ્લા 25 વર્ષથી વોર્ડ નં.17માંથી ભાજપ્ના કોર્પોરેટર પદે ચૂંટાતા ધવા પરિવારના સભ્યોમાંથી અગાઉ વિનુભાઇ ધવાને ડેપ્યુટી મેયરપદે પણ નિયુકત કરાયા હતાં. જયારે આજે નવા પદાધિકારીઓની વરણીમાં ફરી તેમને શાસકપક્ષના નેતાનું મોભાદાર પદ અપાતા આ પદ માટે દાવેદારીમાં રહેલા અનેક દાવેદારો ચોંકી ઉઠયા હતાં. જોકે, વિનુભાઇ ધવાએ તેમની સામે ચૂંટણી લડી રહેલા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને પરાજીત કયર્િ હોય તેની ભેટ સ્વપે તેમને શાસક નેતા પદ મળ્યું હોવાનું મનાઇ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS