શું તમે જાણો છો શા માટે ડાબા હાથમાં જ પહેરવામાં આવે છે ઘડિયાળ ?

  • February 14, 2020 03:53 PM 639 views

દરેક વ્યક્તિ ઘડિયાળ તો પહેરે જ છે. ઘડિયાળ સમય જોવા માટે પહેરવામાં આવે છે પરંતુ અન્ય એક ખાસ વાત એ છે કે યુવક હોય કે યુવતી, બાળક હોય કે વયોવદ્ધ દરેક વ્યક્તિ ડાબા હાથમાં જ ઘડિયાળ પહેરે છે. આ એક નિયમ બની ગયો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડાબા હાથના કાંડા પર જ ઘડિયાળ શા માટે પહેરવામાં આવે છે ? નથી જાણતા તો આજે તમને જણાવી કે આવો નિયમ શા માટે બન્યો છે. 

 

જયારે કાંડા ઘડિયાળનો સમય ન હતો ત્યારે લોકો ખિસ્સામાં ઘડિયાળ મુકતા હતા. આ ઘડિયાળ ચેન સાથે રહેતી અને ડાબી તરફના ખિસ્સામાં રાખવામાં આવતી. તેનું મુખ્ય કારણ એ છે લોકોનો ડાબો હાથ મોટાભાગે ફ્રી રહે છે. તેથી ડાબા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢવી સરળ રહેતી. ત્યારબાદ જ્યારે કાંડા ઘડિયાળ બની ત્યારે પણ લોકો ડાબા હાથ પર જ ઘડિયાળ પહેરવા લાગ્યા. 

 

આ ઉપરાંત જ્યારે વ્યક્તિ જમણા હાથથી કોઈ કામમાં વ્યસ્ત હોય તેઓ ડાબા હાથમાં બાંધેલી ઘડિયાળ જોઈ સમય સરળતાથી જોઈ શકે છે. જમણો હાથ વધારે વ્યસ્ત રહેતો હોય છે તેથી ઘડિયાળ અથડાવાની કે તેને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. ડાબા હાથમાં ઘડિયાળ પહેરવાથી આ સમસ્યા નથી રહેતી.