રાજકોટના રાજવી પરિવારમાં વિવાદ, શા માટે માંધાતાસિંહ સામે તેની બહેને કરી ફરિયાદ, જાણો ઘટનાની વિગતો

  • July 21, 2021 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રાજવી પરિવારમાં જમીનના મામલે અનેક પ્રકરણમાં સામસામા વિવાદો ચાલી રહ્યા છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. માધાપર વિસ્તારની જમીનના આ મામલે માંધાતાસિંહે તેમની બહેન અંબાલિકાદેવીનું નામ કમી કરવા માટે કાચી નોંધ પડાવી દેવાની કાર્યવાહી શરૂ કરતાં તેની બહેન અને ઉત્તરપ્રદેશમાં ઝાંસી ખાતે પરણાવેલા અંબાલિકાદેવી પૂષ્પેન્દ્રસિંહે તેમના વકીલ મારફત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ફરિયાદ કરતા આ કેસમાં મુદત પાડવામાં આવી છે.

 

કાનૂની નિષ્ણાતોના જણાવ્યા મુજબ હવે બંનેએ પોતપોતાની હક માલિકી ની સાબિતી આપવાની રહેશે. જમીનની માલિકી હજૂ નક્કી થઈ નથી અને સૂત્રો એમ પણ ઉમેરે છે કે અંબાલિકાદેવીએ ભાઈ માંધાતાસિંહ વડીલોપાર્જીત મિલકતમાં વારસદારોને વિશ્વાસમાં લીધા વગર વારસાઈ મિલકતનો વહીવટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

 

મનોહરસિંહજી જાડેજાની જમીનના એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એક્ટ અંગેના આ કેસમાં યુનિટ નક્કી થયા તે તમામે અમુક વારસદારોએ અપિલ કરતા આ અંગેના કેસે ચાલુ છે અને હવે માધાપર વિસ્તારની જમીન નો બીજો નવો કેસ શરૂ થયો છે. આ કેસ તકરારી રજીસ્ટર લઈને હવે ચલાવવામાં આવશે.

 

2020 ના વર્ષના પ્રારંભિક કાળમાં રાજકોટના રાજવી પરિવારના ૧૭મા ઠાકોર તરીકે માંધાતાની ભવ્ય રાજતિલક વિધિ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પછી પરિવારના જ કેટલાક નિકટજનોએ સદગત રાજવી મનોહરસિંહજી જાડેજાની વસીયતના મુદે ફરિયાદો ઉઠાવી હતી અને આ વીલ બોગસ હોવાના આક્ષેપો પણ કરાયા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS