ઘરમાં તુલસીનો છોડ લગાવવા શા માટે છે જરૂરી ? 

  • May 25, 2021 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને લાભદાયક માનવામાં આવે છે. ધાર્મિક કાર્યો અને પૂજા સિવાય તેનો ઉપયોગ આર્યુર્વેદમાં પણ થાય છે. મોટાભાગના લોકો ઘરોમાં તુલસીનો છોડ હોય જ છે. તુલસીનો છોડ આપણા માટે ધાર્મિક મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ ઘરમાં હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.  

 

હિંદુ ધર્મમાં તુલસીને દેવી તરીકે પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી રહે છે. તુલસીની સેવા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. તો ચાલો જાણીએ ઘરમાં તુલસીનો છોડ લગાવવાના અન્ય ધાર્મિક મહત્વ વિશે.

 

- હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે કોઈ મૃત વ્યક્તિના મોંમાં તુલસીનું પાન અને ગંગાજળ રાખવાથી તેની આત્માને સ્વર્ગ પ્રાપ્તિ  થાય છે અને આત્માને શાંતિ મળે છે.

 

- તુલસી અને ગંગા જળ ક્યારેય વાસી થતા નથી. આ બંને ચીજોનો ઉપયોગ પૂજામાં થાય છે. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ વિના કોઈપણ પૂજા અપૂર્ણ માનવામાં આવે છે.

 

- તુલસીના છોડને રોજ પાણી ચઢાવવાથી અને નિયમિત પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS