ભજ્જીએ માંગી તબીબો પાસે માફી, જાણો કેમ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં અનલોક જાહેર કર્યા બાદ રસ્તા પર ચારે તરફ ભીડ જોવા મળી રહી છે. જોકે હજુ સુધી કોરોનાવાયરસ મહામારીનો કોઈ ઈલાજ મળ્યો નથી. પરંતુ દેશની જનતા પોતાના જીવની પરવા કરી રહી ન હોવાનું નજરે પડી રહ્યું છે.

 

પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે આ બાબત ને લઈને દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પેઇન્ટિંગ શેર કરી અને દેશના તમામ તબીબોની માફી માંગી છે.


પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે છે પેઇન્ટિંગ  શેર કરી છે, તેમાં એક બજારની અંદર ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. જેમાં એ ભીડને જોઈને માસ્ક લગાવેલા તબીબો નિરાશ હાલતમાં બેસી અને માથા પકડેલા દર્શાવવામાં આવ્યા છે.

 

આ પેઈન્ટિંગ વિશે હરભજનને લખ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ મુજબ તબીબો અમને માફ કરજો તમે આરામ કરી શકો છો. અમે અમારી શોપિંગ કરવામાં વ્યસ્ત છીએ આપણે તુરંત જ મળીશું. આ સાથે પછી ભજ્જી એ નિરાશા વ્યક્ત કરનારા ઇમોજી પણ શેર કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS