એકલા ચક્રવાલ શા માટે? ભિમાણી સહિત ટીમ સામે પગલાં લો: રૂપાણી જૂથ

  • February 14, 2020 05:01 PM 2 views

આજના અખબારોમાં આવેલા પ્રેસ મેટરમાં આલોક ચક્રવાલનો કોઈ વાંક નથી. આ સંયુક્ત ટીમનો મુદ્દો છે. વ્યક્તિગત રીતે તેમણે સમયાંતરે આ બાબતે ધ્યાન દોર્યું છે. આવા કામમાં હંમેશા ટીમવર્ક હોય છે. વ્યક્તિ દોષિત ન હોઈ શકે.વ્યક્તિ નબળો કે સબળો હોઈ શકે તેવી મતલબનો મેસેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર મેહુલ રૂપાણીએ યુનિવર્સિટીના અધ્યાપકોના ગ્રુપમાં મુકતા આ કોમેન્ટથી ભારે ગરમાવો આવ્યો છે. નેક પ્રકરણના અનુસંધાને આલોક ચક્રવાલને આઈક્યૂએસઈના કોડિનેટર પદમાંથી દૂર કરવામાં આવેલ છે. 


જ્યારે આઈક્યૂએસીના ડાયરેક્ટર ડોક્ટર ગિરીશ ભીમાણી સહિતની ૨૭ સભ્યોની ટીમમાંથી કોઈ સામે કોઇ પ્રકારની કાર્યવાહી ન થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે.મેહુલ રૂપાણીની આ પ્રકારની કોમેંટ બાદ અમુક અધ્યાપકો ગ્રુપમાં તેને સમર્થન આપી રહ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર જયદીપસિહ ડોડીયાએ કુલપતિને પત્ર પાઠવીને જણાવ્યું છે કે આઈક્યુએસીમાંથી આલોક ચક્રવાલને હટાવીને દોષનો ટોપલો તેના પર ઢોળી દેવાયો છે.પરંતુ આઇકયુએસીના ડાયરેક્ટર ડોક્ટર ગિરીશ ભીમાણીની કોઈ જવાબદારી બને છે કે નહીં ? આલોક ચક્રવાલે અગાઉ રાજીનામું આપી દીધું છે .પરંતુ આ સમગ્ર પ્રકરણના મૂળમાં ફાર્મસીના માન્યતા વગરના અભ્યાસક્રમનો છે. તે માટે કોણ જવાબદાર છે ? માત્ર આલોક ચક્રવાલ દોષિત જ છે તેમ માનવું ભૂલભરેલું ગણાશે.