ભારતમાં જે કઇ થઇ રહ્યુ છે તેના વિશે અમેરિકા ચૂપ કેમ છે ?: રાહુલ ગાંધી

  • April 03, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના હાવર્ડ સ્કૂલના એમ્બેસેડર સાથે વર્ચ્યુઅલ સંવાદમાં કોંગી નેતાએ ફરિયાદ કરી: રાજકારણમાં ભારે ચર્ચા

 


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ દેશમાં સંસ્થાગત માળખા પર સત્તાપક્ષ તરફથી પુરી રીતે કબજો કરી લેવાનો આરોપ લગાવતાં કહ્યું કે નિષ્પક્ષ રાજકીય મુકાબલો સુનિશ્વિત કરવા માટે જવાબદાર સંસ્થાઓ અપેક્ષિત સહયોગ આપતી નથી. તેમણે અમેરિકાના જાણિતા શિક્ષણ સંસ્થા ’હાર્વર્ડ કેનેડી સ્કૂલ’ ના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન સંવાદમાં અસમ વિધાનસભા ચૂંટણી દરમિયાન  એક ધારાસભ્યની કારમાંથી ઇવીએમ મળવાનો ઉલ્લેખ કર્યો. ભારતમાં જે કઇ થઇ રહ્યુ છે તેના વિશે અમેરિકા ચૂપ કેમ છે ? તેવો સવાલ કરીને રાહુલ ગાંધીએ ફરિયાદ કરી હતી અને આ વાતને લઇને રાજકીય આલમમાં ભારે ચચર્િ જાગી છે. અમેરિકાના હાવર્ડ સ્કૂલના એમ્બેસેડર સાથે વર્ચ્યુઅલ સંવાદમાં કોંગી નેતાએ ફરિયાદ કરી હતી અને અન્ય કેટલાક મુદ્દા પર પણ તેમણે કેન્દ્ર સરકાર વિરોધી વાતો કરી હતી.

 


‘ઇંસ્ટીટ્યૂશનલ ફ્રેમવર્ક ખતરામાં છે’
અમેરિકાના પૂર્વ રાજકીય તથા હાર્વર્ડ કેનેડી સ્કૂલના અંબેસડર નિકોલસ બર્ન્સ સાથે વાતચીતમાં કોંગ્રેસની ચૂંટણી સફળતા અને આગળની રણનીતિ વિશે પૂછવામાં આવતાં રાહુલ ગાંધી એ કહ્યું ’આપણે આજે એવી અલગ સ્થિતિમાં છીએ જ્યાં સંસ્થાઓ આપણી રક્ષા કરી શકતી નથી જેમને આપણી રક્ષા કરવાની છે. જે સંસ્થાઓને નિષ્પક્ષ રાજકીય મુકાબલા માટે સહયોગ આપવા માટે તે હવે આમ ન કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તાપક્ષ તરફથી સંસ્થાગત માળખા પર સંપૂર્ણ રીતે કબજો કરી લેવામાં આવ્યો છે.

 


‘સરકાર ફીડબેક લેતી નથી’
ખેડૂત આંદોલન પર રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમારી સરકાર હતી ત્યારે સતત ફીડબેક લેતા હતા. ભલે તે બિઝનેસ હોય કે ખેડૂત. હાલની સરકારે ફીડબેક લેવાનું બંધ કરી દીધું છે. હવે જ્યારે લોકોને મારવામાં આવે છે. અમે સરકારને ખેડૂતો સાથે વાત કરવા કહ્યું પરંતુ તેમણે કોઇ પ્રતિક્રિયા આપી નહી. કૃષિમાં સુધારો જરૂરી છે, પરંતુ તમે કૃષિ સિસ્ટમના પાયા પર હુમલો કરી ન શકો અને તમે નિશ્વિત રૂપથી તેમની સાથે વાતચીત કયર્િ વિના કોઇ એવું પરિવર્તન કરી શકશો નહી.

 


‘લોકડાઉનથી નુકસાન થયું’
આ સાથે જ તેમણે દાવો કર્યો કે સત્તાપક્ષથી લોકોનો મોહભંગ થઇ રહ્યો છે અને આ કોંગ્રેસ માટે એક અવસર પણ છે. કોરોના સંકટ અને લોકડાઉન ની અસર પર કોંગ્રેસ નેતાએ કહ્યું ’મેં લોકડાઉનની શરૂઆતમાં કહ્યું હતું કે શક્તિનું વિકેંદ્રીકરણ કરવામાં આવે પરંતુ થોડા મહિના બાદ કેંદ્ર સરકારને સમજાયું, ત્યાં સુધી નુકસાન થઇ ચૂક્યું હતું. તેમણે કહ્યું કે લોકડાઉન અચાનકથી લગાવવામાં આવ્યું હતું. દરેક રાજ્યની જરૂરિયાત અલગ-અલગ છે. સરકારને સમજવામાં બે મહિલા લાગ્યા.

 


પ્રધાનમંત્રી બન્યા તો શું કરશે?
તેમને પૂછવામાં આવ્યું કે પ્રધાનમંત્રી બનવાની તક મળે તો તેમની આર્થિક નીતિ શું હશે તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષએ કહ્યું કે તે નોકરીઓના સર્જન પર ભાર મુકશે. અર્થવ્યવસ્થાને ગતિ આપવાના ઉપાય સાથે જોડાયેલા પ્રશ્ન પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે ’હવે ફક્ત એક જ વિકલ્પ છે કે લોકોના હાથમાં પૈસા આપવામાં આવે તેના માટે અમારી પાસે ’ન્યાય’નો વિચાર છે.

 


‘મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વિકાસથી ચીનને પડકાર સંભવ’
તેમણે ચીઙ્ગ ના વધતાં વર્ચસ્વના પડકાર વિશે પૂછવામાં આવતાં કહ્યું કે ભારત અને અમેરિકા જેવા દેશ લોકતાંત્રિક મૂલ્યો સાથે જ સમૃદ્ધિ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વિકાસથી બીજિંગના પડકારનો સામનો કરી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021