ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીનું પરિણામ પ્રથમ બે મેચ બાદ જ જાહેર થઇ ગયુ છે. આ બંને મેચ ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવી હતી. આ શ્રેણી ભારતે કબજે કરી લીધી છે. હવે ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ક્યારેય ન હારવાનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ અફઘાન ટીમ કોઈપણ ભોગે હારનો આ ટ્રેક છોડવા ઈચ્છશે.
ટીમ ઈન્ડિયા ભલે આ સીરીઝ જીતી ચૂકી હોય પરંતુ ટી20 વર્લ્ડકપની તૈયારીઓની દ્રષ્ટિએ ત્રીજી મેચ પણ મહત્વપૂર્ણ છે. આ મેચમાં ભારતીય ટીમને અમુક હદ સુધી પોતાની ટીમ કોમ્બિનેશન શોધવામાં પણ મદદરૂપ થશે. આ સાથે જ આ મેચ અફઘાન ટીમ માટે ક્લીન સ્વીપથી બચવા તેમજ ટી20 વર્લ્ડ કપમાં મોટી ટીમો સાથેની મેચો દરમિયાન આવી શકે તેવા સંભવિત પડકારો પર કામ કરવા માટે પણ મહત્વપૂર્ણ રહેશે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ સિરીઝની ત્રીજી મેચ બેંગલુરુમાં રમાવાની છે. આ બંને ટીમો 17 જાન્યુઆરીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
આપને જણાવી દઇએ કે, ભારત અને અફઘાનિસ્તાનની ટીમો અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલમાં 7 વખત સામસામે ટકરાઇ ચૂકી છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાન અહીં એકવાર પણ જીત્યું નથી. અફઘાન ટીમને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ અનિર્ણિત રહી છે. આવી સ્થિતિમાં, ટીમ ઇન્ડિયાનું પલડુ ટી20માં સ્પષ્ટપણે ભારે જોવા મળે છે.
આ તરફ બેંગલુરુનું મેદાન ભારતીય ટીમ માટે સરેરાશ સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ અહીં સાત ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં ત્રણમાં જીત અને ત્રણમાં હાર મળી છે. અહીંની પિચ બેટ્સમેનો માટે વધુ મદદગાર રહી છે. અહીંની પિચ સપાટ છે અને બાઉન્ડ્રી નાની છે, જેના કારણે અહીં ઘણા રન થયા છે. અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન પણ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMઅદાણી ગ્રુપના શેર બીજા દિવસે પણ ૧૦ ટકા તૂટ્યા
November 22, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech