કૌન બનેગા મેયર? એક ડઝન ઓબીસી ઉમેદવારો

  • February 23, 2021 02:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી અર્ંતગત ગઈકાલે ખુબ મતદાન થયું છે અને જે પ્રકારે તેમજ જે વિસ્તારોમાંથી વધુ મતદાન થયું છે તેનું રાજકીય વિશ્ર્લેષણ કરતા મહદ અંશે ભાજપનું શાસન સુનિશ્ર્ચિત જણાઈ રહ્યું છે તેમ છતાં અનેક વોર્ડમાં મોટાપાયે ક્રોસ વોટિંગ તેમજ સિંગલ વોટિંગ જેવી ઘટનાઓ બની હોય પરિણામો અણધાયર્િ પણ આવી શકે તેવી સંભાવના નકારી શકાતી નથી. નિષ્પક્ષ રાજકીય નિરિક્ષકોના અનુમાન અનુસાર પેનલો તુટે તો પણ ભાજપને પૂર્ણ બહમતિ જેટલી બેઠકો તો મળશે જ અને શાસન પણ ભાજપ્નું આવશે. જો પરિણામો અણધર્યિા આવે તો કોંગ્રેસનું શાસન આવી શકે છે પરંતુ તેવી શકયતા ખુબ ઓછી છે. મહાપાલિકાની આગામી ટર્મ 2021-2026 માટે મેયર પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી જ્ઞાતિ પુરુષના અનામત છે અને ત્યારબાદ બાદની અઢી વર્ષની ટર્મ મહિલા અનામત છે.

 


જો ભાજપ્નું શાસન આવે તો ઓબીસી પુરુષ તરીકે મેયર પદ માટે હાલમાં 6 નામો ઉપસી રહ્યા છે જેમાં ડો.અલ્પેશ મોરઝરિયા, હિરેન ખીમાણિયા, નિલેશ જલુ, ડો.પ્રદિપ ડવ, જીતુ કાટોડિયા, બાબુ ઉધરેજા સહિતના નામો હાલના તબક્કે ચચર્ઈિ રહ્યા છે. ભાજપ્ના તમામ 6 ઉમેદવારોની જીત જંગી બહમતીથી નિશ્ર્ચિત મનાઈ રહી છે. અલબત આ સિવાય પણ અન્ય ઓબીસી પુરુષ ઉમેદવારો છે જ પરંતુ આ નામો હાલ તો ચચર્મિાં આગળ છે.

 


પરિણામો અણધાયર્િ આવે (જો કે, તેવી શકયતા ખુબ ઓછી છે) અને કોંગ્રેસનું શાસન આવે તો મેયર પદની પ્રથમ અઢી વર્ષની ઓબીસી પુરુષ અનામતની ટર્મ માટે અશોક ડાંગર, ભરત મકવાણા, દાનાભાઈ હંબલ, વિજય વાંક, અર્જુન ગુજરિયા અને નિલેશ માના નામો કોંગ્રેસ પક્ષના વર્તુળોમાં ચચર્ઈિ રહ્યા છે.

 


હાલમાં તો મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મેયર સહિતના પદાધિકારીઓની ચેમ્બરને દુલ્હનની જેમ સજાવટ કરવામાં આવી રહી છે. રંગરોગાન અને ફર્નિચરનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. જાણે હવે પદાધિકારીઓની ચેમ્બર્સને નવા શાસકોના આગમનનો ઈન્તજાર છે.

 


આવતીકાલે બપોરે પરિણામો જાહેર થતાંની સાથે જ કોણ મેયર બનશે તે અંગેનું ચિત્ર સ્પસ્ટ થઈ જશે અને તે સાથે જ દાવેદારોનું લોબિંગ પણ શ થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS