પોલિયોની જેમ કોરોનાને પણ નાબૂદ કરી શકે છે ભારત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ વ્યક્ત કરી આશા

  • March 24, 2020 11:52 AM 424 views

 

વિશ્વભરના દેશોમાં કોરોના વાયરસના વધતા કેસ અને મૃત્યુઆંક વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠનએ ભારતના પગલાની પ્રશંસા કરી છે. આ સાથે જ ભારત વિશે આશા વ્યક્ત કરી છે કે ભારત જે રીતે કોરોના વાયરસ સામે લડવા આક્રમક પગલા લઈ રહ્યું છે તેની અસર ટુંક સમયમાં જોવા મળશે.  આ તકે સંગઠનના કાર્યકારી નિર્દેશક ડો. માઈકલએ કહ્યું હતું કે ભારત એવો દેશ છે જે આ પહેલા સ્મોલ પોક્સ અને પોલિયો જેવી બીમારીને નાબૂદ કરી ચુક્યો છે. ભારતમાં ઘણી ક્ષમતા છે તે કોરોના સામે પણ જંગ જીતી શકે છે.