કોવિડ-19ની દવાઓની યાદીમાંથી ડબલ્યુએચઓએ હટાવ્યું રેમડેસિવિરનું નામ

  • November 21, 2020 11:40 AM 623 views

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવિરને લઈ મોટું પગલું ભર્યું છે. ડબ્લ્યુએચઓએ તેમની કોવિડ-19ની દવાઓની યાદીમાંથી રેમડેસિવિર દવાનું નામ હટાવ્યું છે. સમાચાર એજન્સી રોયટર્સના ઈમેલના જવાબમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દવાઓની યાદીમાંથી રેમડેસિવિરનું નામ હટાવવાાં આવ્યું છે. આ પહેલા ડબલ્યુએચઓએ શુક્રવારે કહ્યું પણ હતું કે રેમડેસિવિરનો ઉપયોગ કોવિડ-19ના દર્દીની સારવારમાં ન કરવો જોઈએ કારણ કે તેનાથી દર્દીના બચવાની સંભાવના પર કોઈ ખાસ ફરક પડતો નથી.


ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ દવાને કોરોના સામેની લડતમાં મહત્વની ગણવામાં આવી રહી હતી. એટલું જ નહીં રેમડેસિવિરને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ્ની સારવારમાં પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. અનેક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ દવા દર્દીની સારવારમાં ઓછા સમયમાં સારી એવી અસર કરે છે. કોવિડ-19ની સારવારમાં રેમડેસિવિરને 50થી વધુ દેશમાં ઉપયોગની પરવાનગી પણ મળી હતી.


શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જે વાત કરી તે આંતરરાષ્ટ્રીય સ્તરે કરેલા રેંડમ ટ્રાયલના આધારે કરી હતી. આ ટ્રાયલમાં હોસ્પિટલમાં દાખલ 7 હજાર દર્દીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application