શાપરમાં સાડા ત્રણ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

  • March 19, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર વેરાવળમાં ઘર પાસે રમી રહેલી સાડા ત્રણ વર્ષની બાળકીને નાસ્તાની લાલચ આપી ઉઠાવી જઇ નરાધમે તેના પર દુષ્કર્મ આચયુ હતું બાદમાં તેને જોરદાર પટકી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ગંભીર ઘટનાને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત ગ્રામ્ય એસસોજી, એલસીબી સહિતની ટીમો દ્રારા આરોપીને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શ કરવામાં આવ્યો હતો. દરમિયાન એલસીબીની ટીમને સફળતા સાપડી હોવાનું જાણવા મળે છે. પોલીસે બાળકી પર આ પાશવી કૃત્ય આચરનાર શખસને દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળમાં હાઇવે પર કસુંબા બેરિંગ ગેટની પાસે શનિવારે બપોરે સાડા ત્રણ વર્ષની બાળકી ઇજાગ્રત હાલતમાં મળી આવી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

દાદી સાથે રહેતી આ બાળકી ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે પરપ્રાંતિય જેવા જણાતા શખસે તેને નાસ્તાની લાલચ આપી ઉઠાવી ગયો હતો અને બાદમાં દુષ્કર્મમાં આચરી બાળકીને જમીનમાં જોરથી પટકતા તેને ઈજા પહોંચી હતી.આ ગંભીર ઘટનાને લઇ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચના હેઠળ સ્થાનિક પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ એલસીબીની ટીમ તથા એસઓજીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. અલગ– અલગ ટીમો દ્રારા આરોપીને ઝડપી લેવા વિવિધ દિશામાં પ્રયાસો ચાલી રહ્યા હતા. દરમિયાન એલસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લ ેખનીય છે કે શાપર પાસે ઈજાગ્રસ્ત હાલતમાં બાળકી મળી આવ્યા બાદ તેને હોસ્પિટલે ખસેડાતા બનાવથી ડરી ગયેલી બાળકી પ્રથમ પોતાની સાથે શું ઘટના બની તે અંગે કઈં જણાવી શકી ન હતી. બાદમાં તેણે પોતાના દાદીને આ વાત કહ્યા બાદ બાળા પર હેવાનિયત આચરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. બાળકીના પિતા અવસાન પામ્યા છે અને તેની માતાએ બીજા લ કરી લીધા હોય આ બાળકી હાલ શાપરમાં દાદી સાથે રહે છે. માસુમ ફત્પલ જેવી બાળા પર હેવાનિયત આચરનાર નરાધમ પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી હતી. તો બીજી તરફ આ ગંભીર બનાવને લઈ આરોપીને ઝડપી લેવા માટે પોલીસે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું અને અંતે પોલીસે બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application