રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ કોણ ? તા.13ના ફેંસલો

  • March 06, 2021 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ કોણ હશે ? તે મામલે છેલ્લા કેટલાક સમયથી અનુમાનો અને અટકળો ચાલી રહી છે. ભૂપતભાઈ બોદરનું નામ પ્રબળ દાવેદારના લિસ્ટમાં સૌથી ટોચ ઉપર છે તો બીજી બાજુ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા જેતપુર તાલુકાના પ્રવીણભાઈ ગોગનભાઈ કિયાડાનું નામ પણ બોલાઈ રહ્યું છે. આગામી તા.13ના રોજ પ્રદેશ ભાજપ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક પંચાયતો અને પાલિકાના પ્રમુખો નકકી કરવા માટે મળનારી છે અને તેમાં રાજકોટનો વારો તા.13ના શનિવારે સવારે 10-30 વાગ્યે રાખવામાં આવ્યો છે.

 

 

આગામી સોમવારે રાજકોટ સહિતની મહાનગરપાલિકા મેયરો નકકી કરવા માટે પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મળનારી છે. મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ ફાઈનલ કયર્િ બાદ તા.13ના શનિવારે પંચાયતોનો ઈસ્યુ હાથ પર લેવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS