સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે? જાણો શું છે જનતાનો મત

  • January 16, 2021 09:59 PM 826 views

નવીન પટનાયક શ્રેષ્ઠ મુખ્યમંત્રી: ટોપ-10માં વિજય પાણીનો સમાવેશ


દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? આ સવાલને લઈને એક ખાનગી ન્યુઝ ચેનલે દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે. સર્વેમાં સૌથી સારા 3 મુખ્યમંત્રીઓમાં ભાજપ્ના મુખ્યમંત્રી સામેલ નથી. સર્વે મુજબ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી છે. આ યાદીમાં બીજુ નામ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું છે અને ત્રીજુ નામ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનું છે. જ્યારે, બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ્ર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પોત-પોતાના રાજ્યોમાં લોકોએ ખૂબ જ ઓછા પસંદ કયર્િ છે. એટલે કે ત્રણેયની લોકપ્રિયતા ઓછી છે. સર્વેક્ષણમાં સામેલ 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા સરેરાશ કુલ મુખ્યમંત્રીઓની 42.8 ટકા છે.


સૌથી સારા મુખ્યમંત્રી કોણ
1. ઓરિસ્સા- નવીન પટનાયક
2. દિલ્હી - અરવિંદ કેજરીવાલ
3. આંધ્ર પ્રદેશ- જગન મોહન રેડ્ડી
4. કેરળ - પી વિજયન
5. મહારાષ્ટ્ર- ઉદ્ધવ ઠાકરે
6. છત્તીસગઢ- ભૂપેશ બઘેલ
7. પશ્ચિમ બંગાળ - મમતા બેનજીર્
8. મધ્ય પ્રદેશ - શિવરાજ સિંહ ચૌહાણ
9. ગોવા - પ્રમોદ સાવંત
10. ગુજરાત- વિજય રૂપાણી


સૌથી ખરાબ મુખ્યમંત્રી
1. ઉત્તરાખંડ - ત્રિવેંદ્ર સિંહ રાવત
2. હરિયાણા- મનોહર લાલ ખટ્ટર
3. પંજાબ- કેપ્ટન અમરિંદર સિંહ
4. તેલંગણા- કે ચંદ્રશેખર રાવ
5. તમિલનાડુ- કે પલાની સામી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application