કોરોના વાયરસગ્રસ્ત મહિલા બાળકને સ્તનપાન કરાવી શકે ? WHOએ આપ્યો જવાબ

  • April 02, 2020 05:49 PM 494 views

 

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. તેવામાં આ બીમારીની ચપેટમાં એવી મહિલાઓ પણ આવી શકે છે જેનું બાળક નાનું હોય અને તેને સ્તનપાન કરાવવું જરૂરી હોય. તેવામાં દરેકના મનમાં પ્રશ્ન થાય તે બાળકને આવા સમયે સ્તનપાન કરાવવું યોગ્ય છે કે નહીં તે વાતનો જવાબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ આપ્યો છે. 

 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે જો કોવિડ-19 ઈફેક્ટેડ મહિલા સ્તનપાન કરાવવા ઈચ્છે તો કરાવી શકે છે. માત્ર થોડી સાવધાની રાખવી જરૂરી છે. સૌથી પહેલા તેણે માસ્ક પહેરવું. બાળકને હાથમાં લેતાં પહેલા હાથ બરાબર સાફ કરવા જરૂરી છે. 

 

આ ઉપરાંત મહિલા તો બાળકનો સંપર્ક કરવા ન ઈચ્છે તો તે બ્રેસ્ટ પંપની મદદથી દૂધ કાઢી બાળકને પીવડાવી શકે છે. તેનાથી બાળક માતાથી અને ચેપથી સુરક્ષિત પણ રહેશે અને તેને સ્તનપાન પણ મળી રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application