ચાર માસથી ફરાર પિયુષને કોણે આશરો આપ્યો? તપાસ માટે ૧૦ દી'ના રિમાન્ડ મગાયા

  • June 15, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયરિંગ–દારૂ પ્રકરણમાં સંડોવાયેલા કોંગ્રેસી કાર્યકરના પતિ
ધરપકડથી બચવા સુપ્રીમ સુધી આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ રદ થતા રાજકોટ પરત ફર્યેા હતો: ચાર માસ દરમિયાન હરીદ્રાર, શ્રીનાથજી, દિલ્હી વગેરે શહેરોમાં રોકાયાનું રટણ


કોર્પેારેશનની ચૂંટણીના આગલા દિવસે કોંગ્રેસની મહિલા કાર્યકર ચાંદની લીંબાસિયાની ફાયરિંગના વિડો સબબ ધરપકડ કરાઈ હતી.દરમિયાન તેના ઘરેથી દારૂ પણ મળી આવ્યો હતો.બંને ગુનામાં સંડોવાયેલ તેનો પતિ પીયૂષ પણ ચાર માસ સુધી ફરાર રહ્યા બાદ અંતે પોલીસે તેને ઝડપી લીધો હતો.આરોપીએ ધરપકડ ટાળવા છેક સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન અરજી કરી હતી પણ તે રદ થતા અંતે કોઈ વિકલ્પ ન રહેતા તે રાજકોટ પરત ફર્યેા હતો.આરોપી ફરાર હતો તે સમય દરમિયાન તેને કોને કોને આશરો આપ્યો સહિતના મુદ્દે તપાસ તેને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કર્યેા છે.

 


મનપાની ચુંટણી સમયે કોગ્રેસના કાર્યકર ચાંદની લીંબાસીયાનો હવામાં ફાયરીંગ કરતો હોય તેવો વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી વિડિયોમાં દેખાતી મહિલા ચાંદની હોવાનું ઓળખી કાઢી ગઈ તા. ૨૦ ફેબ્રુઆરી એટલે કે મનપાની ચુટણીની આગલી રાત્રે તેના બંગલોમાં રેડ કરતા ત્યાંથી વિદેશી દાની પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તેના અને પતિ પિયુષ પ્રેમજીભાઈ લીંબાસિયા (રહે.નારાયણનગર ૧ પેડક રોડ) વિધ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.

 


તપાસમાં ચાંદનીએ ફાયરીંગ પોતાના પતિની લાયસન્સવાળી રીવોલ્વરમાંથી માલીયાસણમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં કર્યાનું બહાર આવતા આ અંગે કુવાડવા પોલીસ મથકમાં અલગથી ગુનો નોંધાયો હતો. બન્ને ગુનામાં ચાંદનીની ધરપકડ થઈ ગઈ હતી. જયારે તેનો પતિ પિયુષ ભાગી ગયો હતો.

 


ધરપકડ ટાળવા માટે આરોપી પીયૂશે સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને છેક સુપ્રિમ કોર્ટ સુધી આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ ત્રણેય કોર્ટમાંથી તેની આગોતરા જામીન અરજી નામંજુર થઈ હતી.બીજી તરફ તેના વિધ્ધ પોલીસે ગઈ તા.૧૯ મે ના રોજ સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરન્ટ પણ મેળવ્યું હતું. એટલુ જ નહીં તેની મિલ્કતો અંગે પણ તપાસ શ કરી હતી.જેથી બીજો કોઈ વિકલ્પ નહીં મળતા રાજકોટ પરત આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો.

 


ચાર માસથી વોન્ટેડ આરોપી પિયુષ હરીદ્રાર, શ્રીનાથજી, દિલ્હી વગેરે શહેરોમાં રોકાયાનું પોલીસને કહ્યું છે. જેમાં કેટલું તથ્ય છે તે પોલીસ તપાસી રહી છે. આ ઉપરાંત તેને ફરાર રહ્યાના સમયદરમ્યાન કોઈએ આશરો આપ્યો હતો કે કેમ તેની તપાસ કરવા સહિતના મુદ્દે આરોપીને ૧૦ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે.આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ વી.કે.ગઢવીની રાહબરીમાં પી.એસ.આઈ વી.જે.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS