કોરોના કાળ વચ્ચે કચ્છમાં સરહદ ડેરી થકી સ્વેત ક્રાંતિ કાયમ : દૂધ સંપાદનમાં ૪૮ ટકાનો વૃધ્ધિદર હાંસલ

  • April 02, 2021 07:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સઘં લી. દ્રારા ચાલુ વર્ષ ૨૦૨૦–૨૧ ના નાણાંકીય વર્ષમાં દૈનિક ૪,૦૩,૯૧૫ લી. પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર ઓલ ટાઇમ હાઇ અંદાજીત ૭૭૧ કરોડ થયું છે જે ગત નાણાંકીય વર્ષ ૨૦૧૯–૨૦ના દૈનિક ૨,૭૧,૫૯૪ લી. પ્રતિદિન દૂધ સંપાદન સાથે ૫૪૫ કરોડના ટર્નઓવરની સરખામણીમાં દૂધ સંપાદનમાં ૪૮ ટકાનો વૃધ્ધિ દર સાથે ટર્નઓવરમાં ૪૧ ટકાનો વૃધ્ધિદર હાંસલ કરેલ છે.

 


આ ઉપરાંત ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્રારા પણ નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧ દરમ્યાન ૨ ટકાના વૃધ્ધિદર સાથે રૂપિયા ૩૯૨૩૮ કરોડનો લયાંક સિધ્ધ કરેલ છે.
કોરોના કહેર પુરા વર્ષ દરમ્યાન હોવા છતાં કેન્દ્ર સરકાર તથા સરકારના સહયોગથી આવા કપરા સમયમાં પણ ઉપભોકતાઓને ખાસ જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તથા રોજીંદી આવકથી ગુજરાન ચલાવતા સધન વાળા દૂધના વ્યવસાયને કોઇ વિપરીત અસર ન પહોંચે તે માટે સરકાર શરૂઆતથી જ ચિંતિત રહી હતી અને કેન્દ્ર સરકાર તથા રાય સરકારની સંપૂર્ણ મશીનરીને આ કામના ફોલોઅપમાં લગાવેલ હતી. દેશની પ્રજાને કોરોનાથી બચાવી શકાય તે માટે લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાત તથા બાળકોના સ્વાસ્થય માટે અત્યતં જરૂરી દૂધનો પુરવઠો ખુટે નહી તેની સંપૂર્ણ જવાબદારી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી જે તમામ કામ અને જવાબદારી વર્ષ દરમ્યાન અમૂલ ફેડરેશનના કર્મચારીઓ, દૂધ સંઘો, દૂધ મંડળીઓએ અને પશુપાલકોએ પુરી નિાથી નિભાવી છે જેના ફળ સ્વરૂપે કોરોના કાળ દરમ્યાન પણ અમૂલ ફેડરેશનએ ટર્નઓવરમાં ૨ ટકાનો વુધ્ધિદર મેળવ્યો છે યારે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સઘં લી. સરહદ ડેરીએ ટર્નઓવરમાં ૪૧ ટકાનો વૃધ્ધિદર સાથે ૭૭૧ કરોડનો આંકડો પાર કર્યેા છે.

 


નાણાંકીય વર્ષ ૨૦૨૧– ૨૨  દરમ્યાન અમૂલ ફેડરેશન માટે ૨૨ ટકાનેા વૃધ્ધિ દર સાથે રૂપિયા ૪૮૦૦૦ કરોડનો લયાંક હાંસલ કરવાનું આયોજન કરેલ છે. યારે સંપૂર્ણ વરસાદ આધારીત કચ્છ જિલ્લામાં આવનારા વર્ષમાં સમયસર અને સારો વરસાદ રહેશે તેવી અપેક્ષા સાથે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સઘં લી. માટે ૩૦ ટકાનો વૃધ્ધિદર સાથે ૧૦૦૦ કરોડનેા મહત્વાંકાંક્ષી લયાંક હાંસલ કરવાનું આયોજન કરેલ છે. સાથે આવનારા વર્ષમાં અનેકવિધ નવા પ્રોજેકટ જેમાં રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર્રના વિકાસમાં મોટો ફાળો આપે તેવો નવો ડેરી પ્લાન્ટ, સરહદ ડેરીના ચાંદરણી ખાતે ૪ લાખ લી. દૈનિક ક્ષમતાનો નવો ડેરી પ્લાન્ટ, તથા કચ્છ માટે ખાસ ફડ પ્રોસેસીંગ પ્લાન્ટના કામોને પણ વેગવાન બનાવવાનો છે તેવું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી આર. હુંબલે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS