કોરોનાના સમયમાં એક નહીં અનેક સમસ્યાથી બચાવશે સફેદ ડુંગળી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

  • April 29, 2021 10:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. તેમાં પણ સફેદ ડુંગળીનું સેવન કરવાથી અનેક રોગ મટે છે. આ ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ વધારે છે તેવું નથી. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.  

 

 

રોગપ્રતિકારક શક્તિ વધારે છે- સફેદ ડુંગળીમાં સેલેનિયમ હોય છે. તે રોગપ્રિતકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેથી તમે તેનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.

 

પાચન - સફેદ ડુંગળીમાં ફાઈબર અને પ્રિબાયોટિક્સ મળી આવે છે. તેનું સેવન કરવાથી પેટ સ્વસ્થ રહે છે. તે તમારી પાચક શક્તિને વધુ મજબૂત બનાવે છે.


 
બ્લડ સુગર- સફેદ ડુંગળીના સેવનથી બ્લડ સુગર ઓછી થાય છે. તેમાં ક્રોમિયમ અને સલ્ફર હોય છે. તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. આ ડુંગળી ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે.

 

હાડકાં - આ ડુંગળીમાં વિટામિન સી અને કેલ્શિયમ હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે હાડકાના દુખાવામાં પણ રાહત આપે છે.

 

વાળ- સફેદ ડુંગળીથી વાળ મજબૂત બને છે. તેનાથી ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે.

 

ગળામાં દુખાવો - સફેદ ડુંગળીનો રસ ગળાના દુખાવામાં પી શકાય છે. તમે તેનો રસ મધ અથવા ગોળમાં ઉમેરીને પી શકો છો. તેનાથી શરદી અને કફની સમસ્યા દૂર થાય છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS