લોહી પાતળુ રાખવું, અનિંદ્રા દૂર કરવા સહિતની સમસ્યામાં ફાયદો કરે છે સફેદ ડુંગળી

  • May 15, 2021 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડુંગળીનો ઉપયોગ રોજના ભોજનમાં કોઈને કોઈ રીતે વિશ્વભરમાં થાય છે. ડુંગળીએ ભારતીય રસોડાની મુખ્ય વસ્તુઓમાંથી એક છે. જો કે સામાન્ય રીતે લોકો ગુલાબી ડુંગળીનો જ ઉપયોગ કરતા જોવા મળે છે. પરંતુ આજે વાત કરવાની છે સફેદ ડુંગળી વિશે. સફેદ ડુંગળી આપણને ઉનાળાની અનેક આરોગ્ય સમસ્યાઓથી સુરક્ષિત રાખે છે. સફેદ ડુંગળીને પણ શાકમાં, ગ્રેવીમાં કે કચુંબરમાં ઉપયોગમાં લઈ શકાય છે. તો પછી ચાલો ફટાફટ જાણી લો ડુંગળી ખાવાથી થતા લાભ વિશે. 

 


પાચન માટે સારી

સફેદ ડુંગળીમાં પ્રીબાયોટિક અને ફાઇબર હોય છે જે આપણા આંતરડાને સ્વસ્થ રાખે છે. તેનું નિયમિત સેવન આંતરડામાં સારા બેક્ટેરિયા જાળવવામાં મદદ કરે છે.

 


લોહી પાતળું રાખવું

કોરોનાની સારવાર બાદ ઘણા લોકોને લોહી પાતળુ રાખવાની દવા લેવી પડે છે. પરંતુ સફેદ ડુંગળીમાં લોહી પાતળું રાખવાની કુદરતી ક્ષમતા હોય છે. તેમાં સલ્ફર જેવા તત્વો હોય છે જે લોહીને પાતળું કરે છે. જેના કારણે નસ અને ધમનીઓમાં લોહીનો પ્રવાહ સારો રહે છે. રોજ સફેદ ડુંગળીનું સેવન કરવાથી લોહી ગંઠાઈ જવાની સમસ્યા થતી નથી.

 


હૃદયને સ્વસ્થ રાખે છે

તેમાં એન્ટીઓકિસડન્ટમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે કોલેસ્ટરોલનું સ્તર પણ ઘટાડી શકે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે તે ખૂબ ફાયદાકારક છે. તેના ઉપયોગથી બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે. 

 

અનિંદ્રા દૂર કરે છે

એક શોધમાં જાણવા મળ્યું છે કે સફેદ ડુંગળીમાં એલ ટ્રાઈપ્ટોફેન હોય છે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. સફેદ ડુંગળીના સેવનથી ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે જેના કારણે સ્ટ્રેસ દૂર થાય છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS