આજી જીઆઈડીસીની મુલાકાત લેતાં મ્યુ.કમિશનર, પ્રશ્ર્નો ઉકેલવા ખાતરી

  • March 02, 2021 04:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીઆઈડીસી એરિયામાં ફાયરબ્રિગેડ સ્ટેશનની સુવિધા આપવા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સમક્ષ ઉદ્યોગપતિઓની માગણી


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિ તાજેતરમાં આજી જીઆઈડીસીની મુલાકાતે ગયા હતા અને ઉદ્યોગકારોના પ્રશ્ર્નો ઉકેલવા ખાતરી આપી હતી તેમજ ત્યાં આગળ મહાપાલિકા તંત્ર દ્વારા જે કામગીરી ચાલી રહી હતી તેની મુલાકાત કરી જરી સૂચનાઓ આપી હતી.

 

દરમિયાન આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ શાહ સહિતના ઉદ્યોગપતિઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યુ હતું. આજી જીઆઈડીસી ખાતે મહાપાલિકા દ્વારા હાલમાં ડ્રેનેજ પાઈપલાઈન નાખવાની કામગીરી ગતિશીલ છે. આ કામગીરી અંતર્ગત હાલમાં રોડ રીસ્ટોરેશન ચાલી રહ્યું છે જે કામગીરી કમિશનરે નિહાળી હતી અને જરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત આજી જીઆઈડીસી એસો.ના પ્રમુખે આ વિસ્તારમાં ફાયર સ્ટેશન આપવાની માગણી કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈને મ્યુનિ.કમિનરે જરી તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સ્થળ પરથી જ સૂચના આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS