ઇલેક્ટ્રિક કારની સવારી વરસાદમાં કરાય કે નહિ, જાણો શું છે તથ્ય ? 

  • August 04, 2021 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટાટા મોટર્સ હોય કે ટેસ્લા, હ્યુન્ડાઇ કે મહિન્દ્રા, આજકાલ તમામ કંપનીઓ ઇલેક્ટ્રિક કાર બનાવવા તરફ આગળ વધી રહી છે. યુરોપમાં 2023 સુધીમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી કાર પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક કારનું પ્રમાણ તો વધવા લાગ્યું છે પરંતુ તેની સાથે એક પ્રશ્ન એ ઉભો થાય છે કે ઇલેક્ટ્રિક કાર વરસાદમાં પણ ચાલી શકે કે નહિ ? 

 

ચોમાસામાં કાર પર વીજળી પડે તો ?

 

ચોમાસા દરમિયાન ઘણીવાર વીજળી પડવા જેવી ઘટનાઓ બનતી હોય છે. લોકોને એવો ડર રહે છે કે, ઈલેક્ટ્રિક વાહનો પર તેની અસર થઈ શકે છે. હકીકત એ છે કે, વીજળી જો વાહન પર પડે તો એવામાં તમે કારમાં સુરક્ષિત રહી શકો છો. જ્યારે વીજળી કાર પર પડે છે, ત્યારે તે તેની બહારની સપાટી પર પડે છે, જે મેટલની હોય છે. આમ, કારને દરેક ઋતુ પ્રમાણે તાપમાનની એક વિસ્તૃત શ્રૃંખલા માટે તૈયાર કરવામાં આવે છે.

 

ઈલેક્ટ્રિક વાહનોમાં એક (ઈંગ્રીસ પ્રોટેક્શન) સિસ્ટમ એટલે કે સુરક્ષા પ્રણાલી હોય છે. ઈલેક્ટ્રિક વાહનમાં IP રેટિંગ વાહનના આધાર પર IP65 અથવા IP67 રેટિંગ હોઈ શકે છે. તે આંકડો વાહનોમાં બે તત્વ પાણી અને ધૂળ વિરુદ્ધ તેની સુરક્ષા કરે છે. આ પ્રકારના વધુ અંક વાહનની વધુ સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. હાલ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઓમાં IP67 રેટિંગ આવી રહ્યું છે. 

 

Tataની Nexon EV પણ IP67 રેટિંગવાળી બેટરી પેક સાથે આવે છે. સુરક્ષા માટે તે પૂરતું છે, કારણ કે IP67 રેટિંગ બેટરીઓનો ઉપયોગ ખાસ ઉપકરણ જેવા કે સબમરીન માટે થાય છે. IP67 રેટિંગ એ સુનિશ્ચિત કરે છે કે, તમે કોઈ વાહનને એક મીટર સુધીની ઉંડાઈમાં 30 મિનિટ માટે કોઈપણ લીકેજ વિના ડૂબાડી શકો છો. એવામાં પાણી ભરાય ત્યારે અથવા રેલ આવે ત્યારે વાહન આશરે 300 મીમીની ઉંડાઈમાં જવા પર પણ ટર્મિનલ, કનેક્ટર્સ અને વાહનની હાઈ વોલ્ટેજ ડિઝાઈનને નુકસાન નથી પહોંચતું. ઈલેક્ટ્રેક વાહનને પાણીમાં ચલાવવા પર પણ કોઈ ખામી નથી આવતી. 

 

બેટરી પેકમાં તમામ સિસ્ટમ અંદર પ્રોટેક્ટિવ કટઓફના ઘણા લેયર્સ આપવામાં આવે છે. તે લેયર્સ પાણી આવતા પહેલા જ સક્રિય થઈ જાય છે. તેમજ મેઈન બેટરી પેકમાં કારના અન્ય હિસ્સાઓથી પોતાને અલગ કરવાની ક્ષમતા હોય છે. ઈલેક્ટ્રિક કારોમાં અન્ય ફીચર્સ જેવા કે એસી અથવા લાઈટ્સ વગેરેના ઉપયોગથી ચાર્જિંગની ખપત વધુ નથી થતી. આ રીતે વરસાદની ઋતુમાં વિંડસ્ક્રીન વાઈપર, ડિફોગર અને હેડ અથવા ટેલ લેમ્પના ઉપયોગથી રેન્જ પર કોઈ અસર નથી પડતી. ઈલેક્ટ્રિક કારોને દરેક પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ટેસ્ટિંગની સાથે બનાવવામાં આવે છે, જે ICE એન્જિનની જેમ સક્ષમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS