બોલિવૂડમાં અમિતાભ બચ્ચન અને અભિનય એ બન્ને જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. 77 વર્ષની ઉંમરમાં પણ સક્રિય અમિતાભ બચ્ચન વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરી રહ્યા છે. એટલું જ નહીં નવી પેઢીના કલાકારોને તેઓ ટક્કર આપી રહ્યા છે. ત્યારે તેઓની ગુલાબો સિતાબો ફિલ્મ 12 જૂનથી રિલીઝ થઈ ચૂકી છે.
આ ફિલ્મમાં તેના અનોખ લુકને લઈને બીગ બી ખૂબ જ ચર્ચામાં છે, આ ફિલ્મમાં પ્રોસ્થેટિક મેકઅપ દ્વારા તેમને અનોખો લુક આપવામાં આવ્યો છે. આ પહેલાં પણ તેઓ તેની અનેક ફિલ્મોમાં અનોખા લૂકમાં નજરે પડ્યા હતા. તેઓની આવી રસપ્રદ ભૂમિકાઓ વાળી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ક્યારે અને કેવી સફળતા પ્રાપ્ત કરી હતી તેના વિશે જાણો છો ? કે જેને આજે પણ લોકો યાદ કરે છે.
પા ફિલ્મ અમિતાભ બચ્ચને કેરીયા થી 12 વર્ષના બાળકની ભૂમિકા કરી હતી, બીગબીની કારકિર્દીમાં સૌથી ચેલેન્જીંગ ભૂમિકા માંથી આ એક છે અમિતાભનો લૂક એ રીતે બદલાઈ ગયો હતો કે તેમને ઓળખવા મુશ્કેલ થઇ ગયા હતા, ફિલ્મ ક્રિટિક દ્વારા પણ તેને ખૂબ જ પ્રતિભાવ મળ્યો હતો, જેને લઈને દર્શકો તરફથી પણ આ પ્રકારનો રીવ્યુ મળ્યો હતો, અમિતાભે આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો.
યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માટે પણ અમિતાભે ઘણી મહેનત કરી હતી, ભારે વજનદાર કોસ્ચ્યુમ અને હથિયારો સાથે અમિતાભને ઘણા બધા એક્શન સીન પણ કરવા પડ્યા હતા, જેના કારણે તેમણે પીઠ અને ખભાની ઇજાનાં પણ થઈ હતી. ફિલ્મમાં ઠગોના સરદારના રોલમાં તેઓને દર્શાવવામાં આવ્યા હતા, કે તેમાં તેમના અભિનય નો કોઈ જવાબ નહોતો અને તેમનો દેખાવ પણ જબરજસ્ત રહ્યો હતો, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પછડાઈ હતી.
અમિતાભ બચ્ચને સાઉથ ઇન્ડિયન ફિલ્મ સઈ રા નરસિંહમાં રેડીમા મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી, આ ભૂમિકામાં તેમણે બહુ વધારે કામ કર્યું ન હતું, પરંતુ જેટલી મિનિટ માટે તેઓ સ્ક્રીન પર આવ્યા હતા દર્શકોના દિલો દિમાગ પર છવાઈ ગયા હતા, આ ફિલ્મમાં અમિતાભ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા, લાંબી સફેદ દાઢી લાંબા વાળ સાથે લાલ તિલક લગાવેલા અમિતાભને ઓળખવામાં કોઈ પણ થાપ ખાઈ જાય તેમ હતું, આ મુવી એ પણ સારો બિઝનેસ કર્યો હતો.
102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચને 102 વર્ષના બિન્દાસ પિતાની ભૂમિકા ભજવી હતી ફિલ્મ માટે એક વાર ફરીથી અમિતાભ બચ્ચને પોતાનો બદલવો પડયો હતો, લાંબી દાઢી અને વાળ, આંખોમાં મોટા ચશ્મા ધારણ કરેલા અમિતાભ વડીલની ભૂમિકામાં પણ હેન્ડસમ લાગતા હતા, આ ફિલ્મને પણ ક્રિટીકસે ઘણી વખાણી હતી, બોક્સ ઓફિસ પર આ મુવી એ ઠીક ઠીક કલેક્શન કર્યું હતું.
1988 માં આવેલી ફિલ્મ શહેનશાહમાં અમિતાભ બચ્ચનના દેખાવને કોણ ભૂલી શકે છે, એ દરમિયાનમાં તેમનો આ લુક ખૂબ જ હિટ થયો હતો, બ્લેક જેકેટ ,પેન્ટ ,ગ્લોવ્ઝ અને એક સ્લીવ્ઝ પર લટકતી ચેન કે જેના દ્વારા દુશ્મનોને મારવામાં આવતા હતા, જેમા અમિતાભના આ કોસ્ચ્યુમ ખુબજ મોંઘો હોવાનું સાંભળવા મળ્યું છે.આ ફિલ્મ પણ હિટ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech