ખોદકામ કયારે બંધ થશે ? નવેનવા ડામર રોડનું નિકંદન

  • May 22, 2020 06:43 PM 304 views

રાજકોટમાં બારેય મહિના ધમધોકાર ચાલતી કોઇ વસ્તુ હોય તો તે છે ખોદકામ...ખોદકામ અને ખોદકામ. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય મહાપાલિકા તંત્ર ખોદકામ કરવાનું બંધ કરતું નથી. ઈજનેરોને જાણે ખોદકામ કર્યા વિના ચેન ન પડતો હોય તે રીતે નવેનવા રસ્તા પર ખોદકામ કરવામાં આવે છે. તાજેતરમાં રૈયા ચોકડી વિસ્તારમાં ઓવરબ્રિજ નીચે નવે નવો ડામર રોડ ખોદી નાખવામાં આવ્યો છે તે તસવીરમાં દૃશ્યમાન થાય છે. હવે ચોમાસાને પખવાડિયાની વાર છે ત્યારે તાત્કાલીક અસરથી આ ડામર રોડ પર પેચવર્ક કરી નાખવામાં આવે તેવી પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે. (તસવીર: રાજુ વાડોલિયા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application