મેયર બંગલા પાસેથી નીકળતો ત્યારે મેયર બનવાનું મન થતું: પ્રદીપ ડવ

  • March 12, 2021 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ર1મા મેયર પ્રદિપ ડવે પત્રકારો સાથેની નિખાલસ વાતચીતમાં જણાવ્યું હતું કે હં કોલેજમાં હતો ત્યારે જયારે જયારે મેયર બંગલા પાસેથી નિકળતો ત્યારે આવો સુંદર અને આલીશાન બંગલો જોઇને મને મેયર બનવાનું મન થઇ જતું હતું. તે સમયે મેયર એટલે શું, કેવી રીતે મેયર બનાય તેની કશી જ ખબર ન હતી પરંતુ એમ થતું કે એક વખત મેયર બનવું છે. અને અંતે આજે મારું આ સ્વપ્ન ભારતીય જનતા પાર્ટીએ સાકાર કર્યું છે અને આજે મેયરપદે પદગ્રહણ કર્યું છે.

 


મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, તેઓ મેયર બંગલામાં રહેવા નહીં જાય પરંતુ પક્ષની મિટિંગો માટે તેનો ઉપયોગ કરશે. શા માટે રહેવા નહીં જાય તે અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.

 


અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટનો મેયર બંગલા અનલકી મનાય છે અને તે બંગલામાં હાલ સુધીના જેટલા મેયર રહેવા ગયા તે તમામની રાજકીય કારર્કિદી મેયરપદ પછી આગળ વધી નથી એટલું જ નહીં પરંતુ તેઓ ત્યારબાદ કોઇ હોદા પર પણ આવી શકયા નથી. રાજકોટના જે મેયર મેયર બંગલામાં રહેવા ગયા નથી તેમની કારર્કિદી ખુબ આગળ વધી છે અને સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ પાણી, કણર્ટિકના ગર્વનર વજુભાઇ વાળા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિતના નેતાઓ જયારે રાજકોટના મેયર હતાં ત્યારે તેઓ મેયર બંગલામાં રહેવા ગયા ન હતાં આથી તેમની રાજકીય કારર્કિદી ટોચ સુધી પહોંચી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS