ભારતના પાડોસી દેશો ક્યારે મનાવે છે આઝાદી દિવસ, જાણો પુરી વિગત 

  • August 03, 2021 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત 15 ઓગસ્ટએ આઝાદીનો જસ્ન મનાવે છે. 1947 ના રોજ આ દિવસે ભારત અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયું હતું. આ આઝાદીની ખુશી સાથે ભાગલા પડ્યા તેનું દુઃખ પણ હતું. ભારતની આઝાદીના એક દિવસ પહેલા પાકિસ્તાને પોતાની આઝાદી મનાવી હતી. માઉન્ટબેટન યોજનાના આધારે ભારતનું વિભાજન ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ના આધારે કરવામાં આવ્યું હતું. આ અધિનિયમ અનુસાર, 15 ઓગસ્ટ, 1947ના રોજ, ભારત અને પાકિસ્તાન બંને અલગ દેશો બન્યા હતા અને બ્રિટિશ સરકાર તેમને સત્તા સોંપી હતી. આ થઈ ભારતની આઝાદીની કહાની. ચાલો હવે જાણીયે ભારતના પાડોસી દેશોની આઝાદી વિશે.

 

ભૂટાન: 17 ડિસેમ્બરે ભૂતાન પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ભૂટાનમાં થોડા સમય માટે તિબેટના કામરૂપનું શાસન હતું. પરંતુ 17 ડિસેમ્બર 1907ના રોજ વાંગચુક રાજવંશે ભૂતાનની સત્તા સંભાળી હતી. ત્યારથી ભૂતાન આ દિવસે આઝાદીની ઉજવણી કરે છે.

 

પાકિસ્તાન: ભારતની આઝાદીના એક દિવસ પહેલા જ ભાગલાના પરિણામે પાકિસ્તાનની રચના થઈ હતી. આ દેશનો સ્વતંત્રતા દિવસ ભારતના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટના રોજ આવે છે. 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું.

 

ચાઇના: ડ્રેગન ચાઇના દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવે છે. 1949માં આ તારીખે, સેન્ટ્રલ પીપલ્સ ગવર્નમેન્ટની રચના થિયાનમેન ચોક પર કરવામાં આવી હતી. જો કે સ્થાપના અગાઉ કરવામાં આવી હતી, પરંતુ તે દિવસે સરકારની રચના થઈ હતી તેથી ચીનનો સ્વતંત્રતા દિવસ 1 ઓક્ટોબરે માનવામાં આવે છે.

 

બાંગ્લાદેશ: બાંગ્લાદેશ દર વર્ષે 26 માર્ચે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. શેખ મુજીબુર રહેમાને વર્ષ 1971માં આઝાદીની ઘોષણા કરી. આ દેશ પાકિસ્તાનનો એક ભાગ હતો. પરંતુ શેખ મુજીબુર રહેમાનની જાહેરાત બાદ 9 મહિના સુધી બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ યુદ્ધમાં બાંગ્લાદેશને ભારત તરફથી લશ્કરી મદદ મળી હતી. આખરે 26 માર્ચ 1971ના રોજ બાંગ્લાદેશને આઝાદી મળી.

 

મ્યાનમાર: મ્યાનમાર દર વર્ષે 4 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ભારતના પડોશી દેશ મ્યાનમારને 4 જાન્યુઆરી 1948ના રોજ આઝાદી મળી ત્યારે તેનું નામ બર્મા હતું. મીડિયા અહેવાલો અનુસાર, સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ બર્મા થઈને ભારતમાં દાખલ થઈ હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021