રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, ચણાની આવક બંધ

  • May 25, 2021 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે જીરૂની સૌથી વધુ આવક: કુલ ૩૫માંથી ૧૫ જણસીની આવક શરૂ કરાઈ: ખેડૂતો ઉમટયા

 


રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ અનલોક થઈ ગયું છે પરંતુ હજુ સુધી ઘઉ, ચણા અને ધાણાની આવક બધં રાખવામાં આવી છે. હાલમાં ખેડૂતોને આ ત્રણેય જણસી વેચવાની જ વિશેષ ઉતાવળ છે જેથી યાર્ડ આવક શરૂ કરે તેની ૧૮૦ ગામોના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. આજે પણ યાર્ડ ખુલવાની સાથે ખેડૂતો ઉમટી પડયા હતા અને સૌથી વધુ આવક જીરૂની થઈ હતી.

 


રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ 'આજકાલ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ વાદળછાંયુ વાતાવરણ અને વરસાદની આગાહી હોય ખેડૂતોને નુકસાન ન થાય તે માટે વધુ જણસીની આવકો શરૂ કરી નથી. વિશેષમાં સૌરાષ્ટ્ર્ર એપીએમસી વેપારી એસોસિએશન અને રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન્ટ એજન્ટસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ 'આજકાલ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તબક્કાવાર વિવિધ જણસીની આવકો શરૂ કરવામાં આવી છે. કુલ ૩૫માંથી ૧૫થી વધુ જણસીની આવક શરૂ થઈ ગઈ છે જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, મગ, તલ, કાળા તલ, તલી, મરચા, એરંડા, જીરૂ, રાય, રાયડો, મેથી વિગેરેની આવકો શરૂ થઈ ગઈ છે. હાલમાં મજૂરોની અછતના કારણે થોડી મુશ્કેલી છે પરંતુ ચાલુ સાહના અતં સુધીમાં પરિસ્થિતિ થાળે પડી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS