લોકોની નારાજગી બાદ વોટ્સએપે રોક્યો પ્રાઇવસી અપડેટનો પ્લાન

  • January 16, 2021 09:26 PM 366 views

વોટ્સએપ્નું કહેવું છે કે તેનાથી યૂઝર્સને પોલિસી વિશે જાણવા અને તેની સમીક્ષા કરવા માટે વધુ સમય મળશે

ફેસબુકની માલિકી વાળી મેસેજિંગ એપ વોટ્સએપે જાહેરાત કરી છે કે તેણે પ્રાઇવેસી અપડેટ કરવાનો પોતાનો પ્લાન હાલ માટે સ્થગિત કરી દીધો છે. કંપ્નીનું કહેવું છે કે તેનાથી યૂઝર્સને પોલિસી વિશે જાણવા અને તેની સમીક્ષા કરવા માટે વધુ સમય મળશે. વોટ્સએપે જણાવ્યું કે, તેનાથી લોકો વચ્ચે ફેલાયેલી ’ખોટી જાણકારી’થી વધતી ચિંતાઓને કારણે પ્રાઇવેસી અપડેટ ટાળવાનો નિર્ણય કર્યો છે. બ્લોગ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું કે, અમે તારીખને પાછળ ખસેડી રહ્યાં છીએ. 8 ફેબ્રુઆરીના કોઈપણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ થશે નહીં. આ સાથે અમે વોટ્સએપ્ની પ્રાઇવેસી અને સુરક્ષા વગેરેને લઈને ફેલાયેલી ખોટી જાણકારીને લોકોની સામે સ્પષ્ટ કરવાનું કામ કરી રહ્યાં છીએ.


વોટ્સએપે હાલમાં પોતાના ગ્રાહકોને સેવાની શરતો અને ગોપ્નીયતાની નીતિ વિશે અપડેટ આપવાનું શરૂ કર્યું હતું. વોટ્સએપે તેમાં જણાવ્યું હતું કે, તે કઈ રીતે યૂઝર્સના ડેટાની પ્રક્રિયા કરે છે અને તેને (ડેટાને) ફેસબુકની સાથે ક્યા પ્રકારે શેર કરે છે. અપડેટમાં તે પણ કહેવામાં આવ્યું કે, વોટ્સએપ્ની સેવા જારી રાખવા માટે યૂઝર્સે 8 ફેબ્રુઆરી 2021 સુધી નવી શરતો અને નીતિથી સહમત થવું પડશે. તેનાથી ઇન્ટરનેટ પર વોટ્સએપ્ના ફેસબુકની સાથે યૂઝર્સની જાણકારીઓને શેર કરવાને લઈને ચચર્નિી શરૂઆત થઈ હતી. ત્યારબાદ સિગ્નલ અને ટેલીગ્રામ જેવી વિરોધી એપ્ના ડાઉનલોડમાં વૃદ્ધિ જોવા મળી હતી. ટેલ્સાના પ્રમુખ એલન મસ્ક પણ આ ચચર્મિાં કૂદી પડ્યા અને તેમણે લોકોને વોટ્સએપ્નો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. વોટ્સએપ્ના પ્રમુખ વિલ કૈથાર્ટે એક બાદ એક ટ્વીટ કરી તેના વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે, કંપ્નીએ પોતાની નીતિ ’પારદર્શી હોવા અને પીપલ-ટૂ-બિઝનેસના વૈકલ્પિક ફીચરની જાણકારી આપવા’ માટે અપડેટ કરી છે. તેમણે કહ્યું, ’તે સ્પષ્ટ હોવું અમારા માટે મહત્વપૂર્ણ છે કે આ અપડેટ કારોબારી સંબંધિત જાણકારીઓ આપવા માટે છે. તેનાથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની અમારી નીતિઓ પર કોઈ અસર પડશે નહીં.’ પરંતુ લોકોની ચિંતાઓને જોતા વોટ્સએપે પોતાનો પ્લાન રોકવો પડ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application