મોદી શું કહેશે? : ચીનના મામલે બોલશે? અનલોકની વાત કરશે? કે કંઈક નવું જ લાવશે?

  • June 30, 2020 11:50 AM 550 viewsભારત અને ચીન વચ્ચે  પર તણાવ વધી રહ્યો છે, બીજી બાજુ ૫૯ ચાઇનીઝ એપ પ્રતિબધં લગાવવામાં આવ્યો છે જયારે અનલોક–૨ માટે પણ નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૪ કલાકે દેશને સંબોધન કરશે. તેઓ આજે કયા મુદ્રા ઉપર વાત કરે છે તેની અનેક અટકળો ચાલી રહી છે.


ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે છેલ્લે દેશને સંબોધન કયુ હતું ત્યારે ૨૦ લાખ કરોડ પિયાના પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પણ દેશને સંબોધિત કરે છે ત્યારે કઈક નવું લઈને આવે છે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ચીનના તણાવની સાથે સાથે દેશમાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે દેશને શું મત્રં આપે છે તે જોવાનું રહ્યું.


નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા પણ સૌથી પહેલા જનતા કરયુ, થાળી વગાડવાની જાહેરાત, દીપ પ્રવલિત કરવાની જાહેરાત હોય કે પછી ૨૦ લાખ કરોડ પિયાના પેકેજની જાહેરાત હોય. જયારે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરે છે ત્યારે નવી જાહેરાત કરવામાં આવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને શું નવું આપે છે? શું નવી જાહેરાત કરે છે? તે આજે ૪ કલાકે જ ખબર પડશે.


કોરોનાની વધતી રફતાર: અનલોક ૨ પર સલાહ?
દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૫ લાખને પાર પહોંચી ગયો છે અને ઝડપથી ૬ લાખ તરફ આગળ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક ૨ના નિર્દેશ પણ આપ્યા છે. જો કે એક જુલાઇથી લાગૂ થશે. આ નિર્દેશોમાં બીજી વધુ છૂટ આપવામાં આવી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને શું અનલોકમાં સાવધાની અને કોરોનાને લઇ એલર્ટ રહેવાની માહિતી આપશે તેના પર નજર બની રહેશે.


લદ્દાખમાં ચીનની સાથે વિવાદ ચાલુ
મે મહિનાથી લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલો વિવાદ હજી સુધી થોભ્યો નથી. ૧૫મી જૂનના રોજ થયેલી ઝડપમાં ભારતીય સેનાના ૨૦ જવાન શહીદ થયા. ત્યારબાદ કેસ વધુ ગરમાયો. હવે આજે એકવખત ફરીથી બંને દેશોની સેનાઓ પરસ્પર વાત કરશે.


ચીની સેના  હજી સુધી થી પાછળ હટી નથી. યારે ભારત એ વાત પર અડિયલ થયું છે કે એપ્રિલથી પહેલાંની સ્થિતિ લાગૂ કરવામાં આવે. આ બધાની વચ્ચે ચીનના ખતરાને જોતા બોર્ડર પર જવાનોની સંખ્યા વધી ગઇ છે. વાયુસેના પણ સંપૂર્ણપણે એકિટવ છે. એવામાં તેના પર નજર બની રહેશે કે શું પ્રધાનમંત્રી ચીનના મુદ્દા પર કઇં ખાસ કહેશે.


ચીન પર કરાઇ વર્ચુઅલ સ્ટ્રાઇક
ચીનને લઇ દેશભરમાં ગુસ્સો વધી રહ્યો છે અને લોકો ચીની સામાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે જેથી કરીને ચીનને આર્થિક ઠેસ પહોંચી શકે. આ બધાની વચ્ચે સોમવારના રોજ કેન્દ્ર સરકારે ટિકટોક સહિત ચીનની ૫૯ મોબાઇલ એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી.


આ એપને બેન કરવાની પાછળ સુરક્ષાનું કારણ બતાવ્યું કારણ કે આરોપ હતો કે આ એપ્સ ભારતનો ડેટા ચોરી રહી હતી. જો કે તેને લઇ ઘણા સમયથી અંદાજો હતો અને માંગણી કરવામાં આવી રહી હતી. આ બધાની વચ્ચે ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે સરકારે લોઢું ગરમ જોઇને હથોડો મારી દીધો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application