છેલ્લા કેટલાક દિવસોથી અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ પસંદગીએ રામ ભક્તોમાં ચર્ચા અને ઉત્સાહ જગાવી હતી. ત્યારે અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે. શિલ્પકાર યોગીરાજની મૂર્તિ પસંદ થતા તેમના માતા ખૂબ જ ખુશ થઇ ગયા હતા. આ ક્ષણને તેમણે ખુશીની ક્ષણ ગણાવી હતી.
યોગીરાજના માતા સરસ્વતીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'આ અમારા માટે ખુશીની ક્ષણ છે. હું તેને મૂર્તિ બનાવતો જોવા ઇચ્છતી હતી. પરંતુ તેણે કહ્યું કે તે મને છેલ્લા દિવસે લઈ જશે. હવે હું સ્થાપના દિવસ પર જઈશ. હું મારા પુત્રની પ્રગતિ અને સફળતા જોઈને ખૂબ જ ખુશ છું. તેની સફળતા જોવા માટે તેના પિતા અમારી સાથે નથી. મારા પુત્રને અયોધ્યા ગયાને છ મહિના થયા છે.’ આપને જણાવી દઇએ કે અરુણ યોગીરાજ ભગવાન શ્રીરામની મૂર્તિ તૈયાર કરતા હતા તે ક્ષણને નજરે નિહાળવાની તેમના માતાની ઇચ્છા હતી. પરંતુ તે ઇચ્છા પૂરી થઇ શકી નહી. જો કે હવે જયારે અરુણ યોગીરાજ દ્રારા તૈયાર થયેલી ભગવાન રામની મૂર્તિ પસંદ કરવામાં આવી છે ત્યારે તેમના માતા ખૂબ જ ખુશ થયા છે અને તેઓ સ્થાપના દિવસે અયોધ્યા જશે.
યોગીરાજના માતાએ મૂર્તિ પસંદગી અંગે ખુશાલી વ્યક્ત કરી હતી. તો આ તરફ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાના વખાણ કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. આપણા દેશના જાણીતા શિલ્પકાર, આપણા ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ બીજું દ્રષ્ટાંત છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકના રામલલા માટે આ એક મહત્વપૂર્ણ સેવા છે.
તમને જણાવી દઈએ કે યોગીરાજ એક જાણીતું નામ છે અને સોશિયલ મીડિયા પર તે ઘણા ફેન ફોલોઈંગ ધરાવે છે. પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર અરુણ યોગીરાજ મૈસુરના મહેલના કારીગરોના પરિવારમાંથી આવે છે. અરુણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કર્યું છે. એમબીએનો અભ્યાસ કરી ચૂકેલા યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે. એમબીએની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેમણે એક ખાનગી કંપનીમાં પણ કામ કર્યું હતું, પરંતુ શિલ્પકાર બનવા માટે 2008માં તેમણે નોકરી છોડી દીધી.
અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા ઉપરાંત, યોગીરાજે મહારાજા જયચમરાજેન્દ્ર વાડેયરની 14.5 ફૂટની સફેદ આરસની પ્રતિમા, મહારાજા શ્રીકૃષ્ણરાજા વાડેયર-IV અને મૈસુરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની સફેદ આરસની મૂર્તિઓ પણ બનાવી છે. તેમણે ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ કોતરેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech