રાજ કુંદ્રા કઈ પ્રકારની ફિલ્મો બનાવે છે? સાથે કામ કરનાર મોડેલ ગેહના વશિષ્ઠે જાહેર કર્યું

  • July 21, 2021 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેહના વશિષ્ઠ રાજ કુંદ્રા સાથે બી ગ્રેડની ત્રણ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ગહેનાએ તાજેતરની એક મુલાકાત દરમિયાન ખુલાસો કર્યો છે કે, રાજ ટૂંક સમયમાં નવી એપ્લિકેશન શરૂ કરવાની યોજના બનાવી રહ્યો હતો.

 

 

રાજ કુંદ્રા કેસમાં મોડેલ ગેહના વશિષ્ઠનું નામ પણ સામે આવ્યું છે. મોડેલ ગેહનાએ ઘણી બાબતો પર પોતાનો ખુલાસો આપ્યો છે. ગહેના પર પણ એડલ્ટ ફિલ્મ્સના શૂટિંગ અને ગેંગરેપ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી તે જેલમાં હતી. જોકે, તેણી સામેનો આક્ષેપ હજુ સુધી સાબિત થયો નથી.

 

 

એક વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન ગેહનાએ કહ્યું કે, ' હું હાલમાં મુંબઈથી બહાર છું. હું એમ કહેવા માંગુ છું કે , લોકો પોર્ન કન્ટેન્ટ વિશે જે રીતે વાત કરે છે, તેવી કોઈ પોર્ન મુવી છે જ નહિ. આ ખૂબ જ બોલ્ડ અને શૃંગારિક ફિલ્મો છે. જે પોર્નની કેટેગરીમાં આવતી નથી. તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી તમે ફિલ્મ નહીં જુઓ ત્યાં સુધી તમે તેને પોર્ન કેવી રીતે કહી શકો. કોઈપણ 30 ફિલ્મોને ટેગ કરી અને રાજને ફસાવવામાં આવી રહ્યો છે. મને લાગે છે કે લોકો પોર્ન અને એડલ્ટ ફિલ્મો વચ્ચેનો તફાવત સમજે છે. લોકોને પહેલા બતાવો અને તેમને જ નિર્ણય કરવા દો. ''

 

 

મેં રાજ સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે -

 

 

ગેહના રાજ સાથે કામ કરવા અંગે કહે છે, ' મેં રાજ કુંદ્રા સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. રાજે મારા પર ક્યારેય દબાણ નથી કર્યું. અને કાંઈ છુપાવેલ નથી. એવું નથી કે કાગળ પર કંઈક બીજું થયું અને સેટ પર કંઈક અલગ થઈ રહ્યું છે. અમે લોકોએ ખુબ પ્રોફેશનલ વેમાં કામ કર્યું છે. મેં જે પણ ફિલ્મો કરી છે તેને પોર્ન કહેવું ખુબ મોટી વાત હશે. પોર્ન કરતા ઉલટાનું, મેં બાલાજીની ' ગંદી બાત ' માં વધારે શૃંગારિક દ્રશ્યો જોયા છે. 

 

 

રાજ પર ખોટા આરોપ મુકવામાં આવી રહ્યા છે -

 

 

ગેહના આગળ કહે છે, '' જયારે હું તેની સાથે અભિનેત્રી તરીકે કામ કરું છું; અને ત્યાંથી કોઈ દબાણ નથી, તો પછી હું કેવી રીતે માની શકું કે રાજે છોકરીઓને દબાણ કર્યું હોય. મને લગભગ પાંચ મહિના સુધી જેલમાં રાખવામાં આવી હતી. એવા આરોપો હતા કે હું તે દિવસે સેટ પર ન હોવા છતાં સેટ પર મળી હતી. હું ૫મી તારીખે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં હતી. તેઓને મારી વિરુદ્ધ કંઈ મળ્યું નહીં, પછી મને પરત મોકલી દેવાયી હતી. પછી મારી વિરુદ્ધ મનઘડંત વાર્તા ઘડીને મને જેલમાં મોકલવામાં આવી હતી. જે કંઈ બહાર બતાવ્યું હતું તે ભિન્ન હતું અને સત્ય શું છે તે સંપૂર્ણપણે જુદું છે. મારા પર ગેંગ રેપનો આરોપ હતો, મને 6D6 ડી હેઠળ જેલમાં મોકલવામાં આવી હતી. બરાબર એ જ રીતે રાજ કુંદ્રા સાથે કરવામાં આવી રહ્યું છે. મારી સાથે પણ ખોટું થયું છે અને રાજની સાથે પણ ખોટું કરવામાં આવી રહ્યું છે. ''


 

 

 

રાજ નવી એપ્લિકેશન શરૂ કરવા જઇ રહ્યો હતો -

 

 

રાજની ભાવિ યોજનાઓ અંગે ગેહના કહે છે, '' અમે ઓફિસમાં ઘણી વાર મળી ચૂક્યા છીએ. અમે એક એપ્લિકેશન લોંચ માટે મળ્યા. રાજ કુંદ્રા એક એપ લોન્ચ કરવા જઇ રહ્યો હતો. જેનું નામ ' બોલીફેમ ' હતું. હું આ એપ્લિકેશન માટે એક ફિલ્મ બનાવવાની હતી. આ માટે અમે એક સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવા જઇ રહ્યા હતા. આનાથી વધુ કંઈ પણ હું જણાવી નહિ શકું. ''


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application