નિર્જળા એકાદશીના વ્રતનો મહિમા શું છે ? ચાલો જાણીએ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જયેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી સૌથી વધારે પુણ્યદાયક હોય છે કારણ કે, આ વ્રત કરવાથી વર્ષભરની 26 એકાદશીઓના વ્રતના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

 

આ વખતે આ એકાદશી 2 જૂન એટલે કે આજે છે. આ વ્રત માં જળ પણ ગ્રહણ કરવામાં આવતું નથી માટે જ તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.


પાંડવોના ભાઈ ભીમસેને આ એકાદશીનું વ્રત કર્યું હતું એટલે તેને ભીમસેની અથવા તો પાંડવા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. 

 

અન્ય એકાદશીઓમાં અન્નનું સેવન કરવામાં નથી આવતું, પરંતુ આ એકાદશી એવી છે કે જેમાં જળનું સેવન કરવું પણ નિષેધ છે. એટલે કે આ વ્રત કરવું એ કઠોર તપસ્યા કે સાધનાનું પ્રતીક માનવામાં આવે છે.

 

અન્ય એકાદશીઓની જેમ આ એકાદશી વ્રતનો સંકલ્પ પણ વ્રતના એક દિવસ પહેલા એટલે કે દસમની તિથિએ કરવામાં આવે છે, આગલા દિવસે સવારે સ્નાનાદિ વગેરેથી ક્રિયાઓથી પરવારી અને તેનું સંકલ્પપૂજન કરવામાં આવે છે.

 

આ વ્રતમાં એકાદશીના સૂર્યોદય પહેલા અને દ્વાદશીના સૂર્યાસ્ત સુધી જળ પણ ગ્રહણ નહીં કરવાનું વિધાન છે. આ વ્રતમાં જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન ધૂપ-દીપ તમામ વિધિવિધાન સાથે કરવામાં આવે છે.

 

આ વ્રતમાં પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન,જળ, વસ્ત્ર, છત્રી, જળથી ભરેલો માટીનો કળશ, હાથ નો પંખો, વીજળીનો પંખો, સરબતની બોટલો, કેરી તરબૂચ તથા અન્ય ઋતુ અનુસાર ફળફળાદી, દાન-દક્ષિણા દેવાનો શાસ્ત્ર અનુસાર વિધાન છે.


આ ઉપરાંત મુસાફરો માટે સાર્વજનિક સ્થળ ઠંડા કે મીઠા પાણીના કુંજા કે માટલા લગાવવા ભૂખ્યાને જમાડવા વગેરે અતિ પુણ્ય ફળ આપનાર માનવામાં આવે છે. વ્રતનું પારણા બ્રાહ્મણોને યથાશક્તિ મીઠાઈ, અન્ન-વસ્ત્ર, ચપ્પલ તેમજ ગાય વગેરે વસ્તુઓ દક્ષિણા સહિત દાનમાં આપવામાં આવ્યા બાદ  કરવામાં આવે છે.

 

પદ્મપુરાણ અનુસાર નિર્જળા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે અનેક રોગોમાંથી નિવૃત્તિ તેમજ સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ વ્રતના પ્રભાવથી ચતુર્દશી યુદ્ધમાં પર સૂર્ય ગ્રહણ સમયે શોધ કરી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ આ વ્રતની મહિમા સાંભળી કોઈ પણ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS