ડોકટરના અખતરા અને યુવતીની લાલચના ભોગે આ શું થઈ ગયું ?

  • April 20, 2023 08:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મફત વસ્તુઓ કોને પસંદ નથી? જ્યાં લોકો સસ્તી વસ્તુઓ ખરીદવા માટે દૂર-દૂર સુધી જાય છે, આવી સ્થિતિમાં, જો તેમને મફતમાં કોઈ વસ્તુ મળે છે, તો માણસ કેમ ન લે ? પરંતુ ક્યારેક એવું બને છે કે મફતની વસ્તુઓ પણ ભારે પડી જાય છે. 


આવું જ કંઈક એક મહિલા સાથે થયું છે જે સોશિયલ મીડિયા ઈનફ્લએન્સર છે. તેને એક જગ્યાએ ફ્રી લિપ સર્જરીની ઓફર મળી હતી, તેથી તેણે કંઈપણ વિચાર્યા વિના તે ઓફર પકડી લીધી હતી, પરંતુ સર્જરી પછી તે એવી વિચિત્ર સ્થિતિમાં આવી ગઈ હતી કે હવે તેને પોતાની લાલચ પર પસ્તાવો થઈ રહ્યો છે.


આ મહિલાનું નામ જેસિકા બુર્કો છે.  અહેવાલ મુજબ, તેણીએ લિપ ફિલર સર્જરી કરાવી હતી. આજના સમયમાં આ સર્જરી ઘણી ફેમસ થઈ ગઈ છે. આખી દુનિયામાં મહિલાઓ પોતાના હોઠને ભરાવદાર અને સુંદર બનાવવા માટે આ સર્જરી કરાવે છે, પરંતુ તેની આડઅસર પણ છે. યોગ્ય સર્જરીના અભાવે તે હોઠ પણ બગાડી શકે છે અને પછી તેને પહેલા જેવી સ્થિતિમાં લાવવા મુશ્કેલ બની જાય છે.


લોસ એન્જલસમાં રહેતી 27 વર્ષની જેસિકાને પણ લિપ ફિલર સર્જરી કરાવવાનો શોખ હતો. તે આ પહેલા પણ 6 વખત આ સર્જરી કરી ચુકી છે અને તે તમામ સફળ રહી હતી, પરંતુ આ વખતે ફ્રીબીઝના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. જેસિકા કહે છે કે ડોક્ટરે તેને ફ્રીમાં લિપ ફિલિંગની ઓફર કરી હતી. આવી સ્થિતિમાં તેમને લાગ્યું કે જ્યારે કોઈ ડૉક્ટર આવી ઑફર કરી રહ્યા હોય ત્યારે તેને નકારી ન દેવો જોઈએ, તેને પકડી લેવો જોઈએ. આ જ ભૂલ તેણે કરી હતી. તેણે સર્જરી કરાવી, પરંતુ ખબર નહીં ડૉક્ટરે કેવી રીતે સર્જરી કરી કે તેના હોઠ ખરાબ રીતે ફૂલી ગયા અને લાલ થઈ ગયા.


રિપોર્ટ્સ અનુસાર, જેસિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર આખી સ્ટોરી શેર કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application