એક તરફ અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ નજીક આવી રહ્યો છે. ત્યારે આ મહોત્સવે રાજકીય ક્ષેત્રે ગરમાવો લાવી દીધો છે. વિપક્ષ ભાજપને ઘેરી રહ્યું છે અને ભાજપના નેતાઓ પણ મૂતોડ જવાબો આપી રહ્યા છે. કોંગી પ્રવક્તા પવન ખેડાએ પત્રકાર પરિષદ યોજી ભાજપને આડે હાથ લેતા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મુદ્દે સવાલો કર્યા હતા. ત્યાં ભાજપના નેતા સુબ્રમણ્ય સ્વામી જવાબો આપવામાં પાછળ નથી રહ્યા.
ભાજપના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિરના અભિષેકને લઈને વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે વિપક્ષ ઈર્ષ્યા કરે છે. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે રામ મંદિર બનશે. સ્વામીએ કહ્યું કે જે લોકો બહારથી ફંડ મેળવી રહ્યા છે તેઓ જ તેનો વિરોધ કરી રહ્યા છે. રામમંદિરને લઈને લઘુમતી સમુદાય પણ ખુશ છે.
વાસ્તવમાં, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે વિપક્ષી દળોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસવાદી)એ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો છે. અખિલેશ યાદવે પણ રામમંદિરનું નિમંત્રણ સ્વીકાર્યું નથી. આ તરફ કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે ભાજપે આ ધાર્મિક કાર્યક્રમને રાજકીય કાર્યક્રમમાં ફેરવી દીધો છે. સીપીઆઇએમ પણ આ વાતનું ઉચ્ચારણ કરે છે.
આ તરફ ભાજપના નેતા સ્વામીએ વિપક્ષના આક્ષેપો અંગે એમ પણ કહ્યું હતું કે, તે ઈર્ષ્યા કરે છે. તેમણે વિચાર્યું ન હતું કે આવું રામમંદિર બનશે. રામ મંદિર બની રહ્યું છે, સમગ્ર દેશમાં ઉત્સાહ છે. આથી, વિપક્ષ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. મને વાંધો નથી કારણ કે ભારતમાં 82 ટકા હિંદુ છે. સ્વામીએ કહ્યું કે, 'દેશની લઘુમતીઓ જેવીકે, ખ્રિસ્તીઓ, પારસીઓ, યહૂદીઓએ બિલકુલ વિરોધ કર્યો નથી. દેશના લઘુમતીઓ પણ રામમંદિરના સમર્થનમાં છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, થોડા કટ્ટરપંથીઓ છે જેમને બહારથી ફંડ મળી રહ્યું છે. તેઓ જ બધા અવાજ કરે છે.' આમ, રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે અને ભાજપના નેતાઓ વિપક્ષને વખોડી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech