જાતિવાદનો વિરોધ કરવા ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં આ દેશના ક્રિકેટર ધારણ કરશે ખાસ લોગો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઇંગ્લેન્ડની વિરૂદ્ધ આગામી ટેસ્ટ ક્રિકેટ રમતમાં થઈ રહેલા જાતિવાદનો વિરોધ પ્રદર્શન કરશે. આ વિરોધ પ્રદર્શન માટે બ્લેક લાઈવસ મેટરનો લોગો ધારણ કરશે. આ લોગો તેમના શર્ટના કોલર પર લગાડવામાં આવશે. 

 

અમેરિકી અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ આ મુદ્દા પર ખુલીને બોલનારા કેપ્ટન જેસન હોલ્ડરે એક વખત ફરીથી નિવેદનમાં જણાવ્યું છે કે અમારું માનવું છે કે એકસૂત્રતા દેખાવી જોઈએ અને જાગૃતિ ફેલાવવા માટે મદદ કરવી એ અમારી ફરજ છે.

 

હોલ્ડર જણાવ્યું હતું કે યુવાન ખેલાડીઓના એક સમૂહ ના રૂપમાં અમને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ના સમૃદ્ધિ ઇતિહાસની જાણકારી છે અને અમને ખબર છે કે આગામી પેઢીને અમે વારસો આપવા જઈ રહ્યા છીએ.

 

તેઓનું માનવું છે કે જાતિવાદના વિરોધમાં ડોપિંગ અને ભ્રષ્ટાચાર જેવી કડક કાર્યવાહી થવી જોઈએ તેમણે જણાવ્યું હતું કે અમને આ લોગો ધોરણ કરવાનો નિર્ણય એકાએક લીધું નથી અમને ખબર છે કે ચામડીના રંગને અવગણના થવાથી કેવો અનુભવ થાય છે સમાનતા અને એકતા જરૂરી છે, જ્યાં સુધી એકતા નહીં હોય ત્યાં સુધી અમે ચુપ નહીં રહી શકીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS