વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પહોંચી, તમામના રીપોર્ટ નેગેટીવ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઇ છે.આ પહેલા પૂરી ટીમને કોરોના પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી, જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે સોમવારે ના તમામ ક્ષેત્રોમાં થી આવેલા ખેલાડીઓ બે વિમાન દ્વારા અહીં પહોંચ્યા હતા, અને ત્યારબાદ વિશેષ વિમાન દ્વારા ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર માટે રવાના થયા છે.

 

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે માન્ચેસ્ટરના ઓલ્ડ રેકર્ડ પહોંચવા માટે સમગ્ર ટીમને કોરેન્ટાઇન કરવામાં આવશે અને ફરીથી કોરોના પરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ  ટીમનો 7 અઠવાડિયાનો પ્રવાસ શરુ થઇ જશે જ્યાં તેમને સુરક્ષિત વાતાવરણમાં રહેવું પડશે.

 

ક્રિકેટ શ્રેણી રમવા માટે તમામ ખેલાડીઓએ સ્વાસ્થ્યના તમામ નિયમોનું પાલન કરવું પડશે, અને આ સીરીઝ તમામ નિયમોને આધીન રમાડવામાં આવશે, આ સિવાય ખેલાડીઓએ પોતાના સપોર્ટ સ્ટાફનું પણ પરીક્ષણ કરાવવું પડશે.

 

જ્યારે ભારતમાં અત્યારે કોરોનાને કારણે પ્રવાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે જ્યારે વેસ્ટ ઇન્ડીઝે તેમની જગ્યા પર ફ્રોઈડ રીફરને ખેલાડીઓના કોચ માટે નિયુક્ત કર્યા છે તેમજ વિડીયો વિશ્લેષક શ્રીકાંત ભારતમાં રહીને ટીમની મદદ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS