વેસ્ટ ઈન્ડિઝ સાથે ટેસ્ટ સીરીઝ માંથી ત્રણ ખેલાડીઓએ નામ પરત ખેંચ્યા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વેસ્ટઈન્ડિઝ સાથે ટેસ્ટ સિરીઝની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું અને હવે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ વેસ્ટ ઈન્ડિઝ ના ત્રણ ખેલાડીઓએ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જવાનો ઇનકાર કરી દીધો છે. આ ખેલાડીઓએ કોરોનાવાયરસ ના કારણે પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે જુલાઈમાં ત્રણ મેચ માટે ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે અને આ ત્રણેય મેચ ખાલી મેદાન પર રમાડવાના છે.

 


 વેસ્ટ ઇન્ડીઝના ત્રણ ખેલાડીઓને કોરોનાવાયરસ ના ડર થી આગામી મહિના ઈંગ્લેન્ડમાં રમાનારા સિરીઝમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે. એવું ખેલ જગત ના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે આ અંગે ખુલાસો કરવા નથી આવ્યો વેસ્ટ ઈન્ડિઝની ટીમન જૂનમાં ઈંગ્લેન્ડમાં પહોંચશે અને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેકોર્ડમાં રોકાશે. સમગ્ર ટીમ કોરેનટાઈન રહીને ટ્રેનિંગ કરશે. આ તેમનો ત્રણ અઠવાડિયાનું રોકાણ થશે ત્યાર બાદ પ્રથમ ટેસ્ટ માટે એલેસ બાઉલ જશે.

 

ત્રણ ખેલાડીઓએ ભલે પોતાના નામ પર ખેંચી લીધા હોય પરંતુ વેસ્ટ ઇન્ડીઝે પોતાની ટીમ નું એલાન કરી દીધું છે 14 સભ્યોની ટીમની કપ્તાની જેસન હોલ્ડરના હાથમાં છે. ટીમમાં શે હોપ, અલજારી જોસફ, કિંમર રોચ,ક્રેગ બ્રેથવેટ જેવા સિનિયર ખેલાડીઓનો સમાવેશ થાય છે.

 

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે આ ટેસ્ટ સીરીઝ 8 જુલાઈ ના રોજ એજેસ બાઉલમાં રમાશે. બીજા અને ત્રીજા ટેસ્ટ માન્ચેસ્ટર ના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાડવામાં આવશે. બીજી ટેસ્ટ 16 જુલાઈ અને ત્રીજી ટેસ્ટ 24 જુલાઇના રોજ રમાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS