પશ્ચિમ બંગાળની આફત સામે 1000 કરોડનું રાહત પેકેજ જાહેર  

  • May 22, 2020 03:53 PM 908 viewsપશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાને લઇને ભયંકર તબાહી જોવા મળી છે.  આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્થિતિનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીનું બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ હવાઈ નિરીક્ષણ બાદ ત્યાંથી જ પશ્ચિમ બંગાળની આ આફત સામે રાહત પેકેજ માટે રૂ. 1000 કરોડની જાહેરાત કરી હતી. અહીંથી તેઓ ઓરિસ્સા ગયા હતા. 
 
 

આ અંગે વડાપ્રધાને કહ્યું હતું કે અમ્ફાન વાવાઝોડામાં 80 લોકોએ જીવ ગુમાવ્યો છે જેનું દુઃખ છે અને આ સ્થિતિ સામે લડવાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને લડી રહી છે.  પીએમ મોદીએ 1000 કરોડના રાહત પેકેજની સાથે સાથે અમ્ફાન વાવાઝોડામાં મૃત્યુ પામેલાં લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે ગંભીર ઈજાગ્રસ્તને 50 હજારની મદદની પણ જાહેરાત કરી હતી. 

 

 


  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application