રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અતુલભાઈ સંઘવીનું ફેસબુક લાઈવ દરમિયાન હાર્ટએટેક આવતા અવસાન

  • July 09, 2021 10:47 AM 

રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અતુલભાઈ સંઘવીનું ફેસબુક લાઈવ દરમિયાન હાર્ટએટેક આવતા અવસાન થયું છે. ફેસબુક લાઈવ શરુ કર્યા સમયે એકદમ સ્વસ્થ જણાતા અતુલભાઈને ફેસબુક લાઈવ શરુ કર્યાની 1 મિનિટમાં તેમને હાર્ટ એટેક આવતાં તેઓનું સ્થળ પર જ અવસાન થયું હતું. 

 

અતુલભાઈ સંઘવી અવારનવાર ફેસબુક લાઈવ કરતાં. જેમાં તેઓ જૂના ગીતો સાંભળતા અને ગાતા જોવા મળતા. આવી જ રીતે તેમણે ગઈકાલે રાત્રે પણ ફેસબુક લાઈવ શરુ કર્યું. લાઈવ શરુ કર્યું ત્યારે તેઓ એકદમ સ્વસ્થ જણાતા હતા. પરંતુ 1 મિનિટ થઈ ત્યારે અચાનક જ તેમને તીવ્ર હાર્ટ એટેક આવે છે. અતુલભાઈને અસ્વસ્થ જોઈ તેમનો દીકરો ત્યાં પહોંચી જાય છે. તે કંઈ સમજે તે પહેલા જ તેઓ જમીન પર પડી જાય છે. 

 

અતુલભાઈ  સંઘવીનો રાજકોટમાં ૩૦ માર્ચ ૧૯૬૧ નારોજ થયો હતો. અતુલભાઈ સંઘવીએ રાજકોટની સરકારી એ. એમ. પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૮૩થી વકીલાતની શરુઆત કરી હતી.  તેઓ અનેકવિધ સામાજીક, સેવાકીય અને જીવદયાને લગતી સંસ્થા સાથે જોડાયેલા હતા. તેઓ રાજકોટમાં અનેક રાષ્ટ્રીય કૃત બેંકો, સહકારી બેંકો અને પ્રાઈવેટ બેંકોમાં એડવોકેટની પેનલ ઉપર વર્ષોથી કાર્યરત હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS