રાજકોટથી ખોડલધામ સુધી જન આશીર્વાદ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત

  • August 19, 2021 11:40 AM 

ખોડલધામમાં કેન્દ્રીય મંત્રી માંડવીયાની રજતતુલા કરાઈ: પાટીદાર સમાજના આગેવાનો અને ડોકટર સહિતના વિવિધ વર્ગેા સાથે બેઠક: કાર્યકરોને અપાયું માર્ગદર્શન

 


કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાની રાહબરી હેઠળ આજે સવારે ૯:૩૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ થી ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારભં થયો હતો રાજકોટ શહેરમાં અલગ–અલગ ૨૨ પોઈન્ટ પર આ યાત્રાનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 


રાજકોટમાં એરપોર્ટ થી કિશાન પરા ચોક મહિલા કોલેજ ચોક એસ્ટ્રોન ચોક વિરાણી ચોક ભકિતનગર સ્ટેશન પ્લોટ ગોંડલ રોડ બોમ્બે હોટલ લોધાવાડ ચોક ભુતખાના ચોક ગુંદાવાડી જીલ્લા ગાર્ડન ચુનારાવાડ ભાવનગર રોડ બાલક હનુમાન થઈને આ યાત્રા પેડક રોડ પર આવેલા વાજપેયી હોલ ખાતે પહોંચી હતી અને ત્યાં ભાજપના કાર્યકરો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના રાજકોટ શહેરના આગેવાનો અને સ્થાનિક કાર્યકરો સાથે મીટીંગ યોજી માર્ગદર્શન અપાયા બાદ પટેલ સમાજ અને ડોકટરો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 


બાજપેઈ ઓડિટોરિયમ ખાતેના તમામ કાર્યક્રમો પુરા થયા બાદ બપોરે બાર વાગે યાત્રાનું ફરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ગોંડલ ચોકડીએથી ખોડલધામ તરફ જવા રવાના થઈ હતી ખોડલધામમાં કેન્દ્રીય મંત્રી નું રજત તુલા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રીએ મા ખોડલને ધજા ચડાવી હતી અને બપોરનું ભોજન પણ ત્યાં લીધું હતું. ખોડલધામના કાર્યક્રમ પુરા કર્યા બાદ આ યાત્રા ઉપલેટા ધોરાજી તરફ જવા નીકળી હતી અને સાંજે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરશે.

 

 

વજુભાઈ વાળા દ્રારા ખાસ સ્વાગત
એરપોર્ટ થી શ થયેલી યાત્રા એસ્ટ્રોન ચોક નજીક પહોંચી ત્યારે કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ યાત્રાનું અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનુ સ્વાગત કયુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS