રેકોર્ડ બનાવવા અજબ ગજબ કીમિયા, 27 મિનિટમાં ડઝન એક લોકો જેટલું જમી લીધું, હવે હાલત થઇ ખરાબ !

  • May 30, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ દુનિયામાં ઘણા લોકો છે કે જેમનો શોખ માત્ર 'ખાવું' જ હોય, ઘણા લોકો એવા હોય છે જે પોતાની મનપસંદ વાનગી ખાવા માટે ગમે ત્યાં જવા માટે તૈયાર હોય છે. કેટલાક લોકો તો સેંકડો કિલોમીટરનો પ્રવાસ પણ કરે છે. તમને દુનિયામાં આવા લોકો જોવા મળશે, જે ખાવા-પીવા માટે બીજા રાજ્યો અથવા તો બીજા દેશોમાં જાય છે. આ સિવાય એવા લોકો પણ છે જે વિચાર્યા વગર અજીબોગરીબ વસ્તુઓ ખાય છે, જેમાં માંસથી લઈને જીવજંતુઓ સામેલ છે. ફૂડ ચેલેન્જના વીડિયો પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં લોકો ફૂડથી ભરેલી પ્લેટ ખાતા જોવા મળે છે. આજકાલ એક એવી વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં છે, જેણે એકલા ઘણા લોકોનું ભોજન ખાધું છે.

વાસ્તવમાં, લંડનમાં રહેતા એક વ્યક્તિએ રેકોર્ડ બનાવવું માટે એટલું જમી લીધું કે, તેની હાલત ખરાબ થઈ ગઈ, પરંતુ રસપ્રદ વાત એ છે કે એક મોટો રેકોર્ડ તો બનાવી લીધો. આ વ્યક્તિનું નામ મેક્સ સ્ટેનફોર્ડ છે. અહેવાલ મુજબ, વ્યક્તિએ માત્ર 27 મિનિટમાં એક જયેન્ટ પ્લેટ પૂરી કરી. આ પ્લેટ 45 હજાર કેલરીની હતી. તેણે ઓછા સમયમાં પ્લેટ પૂરી કરી કે તે એક રેકોર્ડ બની ગયો, પરંતુ તેને પૂરી કર્યા પછી 35 વર્ષીય મેક્સની હાલત ખરાબ થઈ ગઈ. અગાઉ આ રેકોર્ડ 44 મિનિટનો હતો.

મેક્સે જણાવ્યું કે આ પછી તેને પેટમાં ભારે દુખાવો થવા લાગ્યો. આ દર્દને અવગણીને તેણે રૂમમાં સૂવાનો પ્રયત્ન કર્યો, પણ તેને ઊંઘ ન આવી. અને ઘણા દિવસો સુધી તેની તબિયત લથડી ગઈ હતી. જોકે આ પહેલીવાર નથી કે જ્યારે મેક્સે આવી ફૂડ ચેલેન્જ પૂરી કરી હોય, બલ્કે તે આ પહેલા પણ આવા પરાક્રમ કરી ચૂક્યો છે, પરંતુ આ વખતે તેની હાલત ખૂબ ખરાબ થઇ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application